તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરનારો આધેડ પોલીસના પંજામાં

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા ફરિયાદી બની, ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધ્યો
  • ડોન ચોક વિસ્તારમાં બાળા સાથે અડપલા કરનાર શખ્સ સામે ફીટકાર

શહેરના ડોન ચોક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પોતાની સામે જ રહેતા પરિવારની એક પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરી દુષ્કર્મના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. જે અંગે બાળકીની માતાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડ વયના આરોપીને ઝડપી પાડ્યો છે.

ડોન ચોક વિસ્તામાં આવેલા એક ફ્લેટમાં કુમળી વયની બાળકી સાથે અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કરનારા આરોપી કિર્તી વોરા (ઉ.વ.56)ને પોલીસે ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે મળીતી વિગતો પ્રમાણે આરોપી અને ફરિયાદી ફ્લેટમાં સામસામે રહેતા હતા અને એકબીજાના બાળકો એક સાથે રમતા હોય, બાળકો એક બીજાના ઘરે રમવા જતાં હોય ત્યારે ગત તા. 12ના રોજ બપોરના 1 થી 3ના સમયગાળા વચ્ચે આ પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો.

આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કિર્તી વોરાને ઝડપી પાડ્યો હતો. શહેરના સમૃદ્ધ ગણાતા આ ડોન ચોક વિસ્તારમાં બનેલા આ બનાવથી ભારે ખળભળાટ મચી ગયો છે. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીને ઝડપી પાડી તેના મેડિકલ ટેસ્ટ અને પુરાવાના એકઠાં કરી આગળની તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...