દુર્ઘટના:ભાવનગરના આધેડનું બાંદ્રા ટ્રેન અડફેટે મોત નિપજ્યું

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી દર્શન કરવા જવાનું કહી ગયા હતા
  • સવારે 4 વાગ્યે પરિવાર સાથે વાત પણ થઈ હતી

ગત રવિવારની રાત્રી દરમિયાન સિહોર નજીક બાંદ્રા ટ્રેનની અડફેટે આવી જતા પાનવાડી વિસ્તારમાં રહેતા ભાવનગરના એક આધેડનું મોત થયું છે. સિહોરના ખાખરિયા અને ખોડિયાર વચ્ચેના રેલવે ટ્રેકમાં ભાવનગરના અમૂલકુમાર કેશવલાલ સીમાણી (ઉ.વ.52, રહે. ગવર્નમેન્ટ ક્વાટર્સ, પાનવાડી)નું બાંદ્રા ટ્રેનની અડફેટે આવી જતાં તેઓનું મોત નિપજેલ. આ ઘટનાની જાણ પોલિસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. ગત રાત્રીના 8/8ના સાંજે 10 થી સવાર 8.30 વાગ્યાના સમયગાળા વચ્ચે બાંદ્રા ટ્રેનની અડફેટે તેમનું મોત થયું હતું.

જે ઘટનાની જાણ થતાં પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અમૂલભાઈ દર્શન કરવા જાઉં છું તેમ કહી ઘરેથી ગયા હતા અને તેવો આવી રીતે અવારનવાર ઘરેથી જતાં હતા. એ પછી વહેલી સવારે 4 વાગ્યે તેમના પરિવારની અમૂલભાઈ સાથે મોબાઈલમાં વાત પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

કરચલિયાપરાની યુવતીનો આપઘાત
ભાવનગર :
શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન ચંદુગીરી (ઉ.વ.19)એ આજે સવારે 11 વાગ્યાના સમયગાળા આસપાસ કોઈ અગમ્ય કારણસર રૂમના છતની લોખંડની એંગલ સાથે લટકી આપઘાત કરી લીધો હતો. આ અંગે ગંગાજળિયા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...