બેઠક:શિક્ષકોની ભરતી અને ગ્રાન્ટ સહિતના મુદ્દે મંગળવારે બેઠકનું આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ સાત અણઉકેલ મુદ્દાઓને આવરી લેવામાં આવશે
  • આચાર્યની નિમણુંકની તમામ સત્તા શાળા મંડળની હોવી જોઇએ, ભરતીમાં છૂટ જેવા મુદ્દે ચર્ચા કરાશે

ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના યોગ્ય અને અણઉકેલ પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંયોજક સમિતિની એક બેઠકનું આયોજન કરાયું છે ઓ આ બેઠક તા.6 સપ્ટેમ્બરને મંગળવારે બપોરે 2 કલાકે નરોડા - દહેગામ ખાતે યોજાશે.

શાળા સંચાલકોની જે મુખ્ય માગણીઓ છે તેમાં શાળાના આચાર્ય શાળા મંડળની જોડતી કડી હોય, જેની નિમણૂકની સંપૂર્ણ સત્તા શાળા મંડળની હોવી જોઈએ. જૂના મહેકમ મુજબ સુધારો કરી બિન શૈક્ષણિક કર્મચારીઓ પટાવાળા, કારકુન વગેરેની જગ્યાઓ શાળા કક્ષાએ શાળા મંડળ દ્વારા ભરતી કરવાની છૂટ આપવી.

શિક્ષકોની ભરતી 2:1 એટલે કે 2 શિક્ષકની સરકાર નિમણૂક આપે અને એક શિક્ષક શાળા મંડળ નિમણૂક આપે, જે નિમણૂકની સંપૂર્ણ સત્તા શાળા મંડળને આપવી. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રંથપાલ, પ્રાયોગિક શિક્ષકો જેવી બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવાની છૂટ શાળા મંડળને આપવી.

શાળામાં વર્ગદીઠ વિદ્યાર્થીની સંખ્યા શહેરમાં ઓછામાં ઓછી 30 વધુમાં વધુ 45 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 45 રાખવી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સ્વનિર્ભર શાળાઓને પડતી મુશ્કેલી અંગે શાળાઓમાં લઘુત્તમ ફી રાખવાની એફઆરસીની હાલની જોગવાઇમાં પુન: સમીક્ષા કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...