• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • A Meeting Chaired By The Mayor Regarding The Organization Of Sports Carnival In Bhavnagar, Appealed To More And More Sportspersons To Join.

સ્પોર્ટ્સ કાર્નિવલ અંગે બેઠક:ભાવનગરમાં સ્પોર્ટ્સ કાર્નિવલનાં આયોજન અંગે મેયરની અધ્યક્ષતામાં બેઠક, વધુને વધુ રમતવીરો જોડાઈ તેવી અપીલ કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમતો વિશે જાગૃતા આવે તેવા ઉદ્દેશ્યથી તા.22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે

ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36 મી નેશનલ ગેમ્સ-2022નું આયોજન આગામી તા.27-9-22 થી તા.10-10-2022 સુધી થનાર છે. ત્યારે આ રમતો વિશે જાગૃતા આવે તેવા ઉદ્દેશ્યથી ભાવનગરમાં તા.22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે. જેના આયોજન હેતુ મેયર કીર્તિબાળા દાણીધારીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્નિવલને સફળ બનાવવા માટેના સૂચનો લેવામાં આવ્યાં
સ્પોર્ટ્સ કાર્નિવલ નેશનલ ગેમ્સની પ્રિ-ઇવેન્ટ તરીકે યોજવાનો હોઈ તેમ ભાવનગરનાં વધુને વધુ રમતવીરો જોડાઈ તેવી મેયર દ્વારા બેઠકમાં અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્પોર્ટ્સ એસોશીએશનનાં હોદ્દેદારો પાસેથી કાર્નિવલને સફળ બનાવવા માટેનાં સૂચનો લેવામાં આવ્યાં હતા.
​​​​​​​મેસ્કોટ રેલીનું પણ આયોજન
આ બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નર એન. વી ઉપાધ્યાય એ સ્પોર્ટ્સ કાર્નિવલમાં સેલ્ફી ઝોન, ફૂડ ઝોન, નેશનલ મેસ્કોટ લગાવવા અંગે માહિતી આપી હતી. વધુમાં તા.24/9/22નાં રોજ મેસ્કોટ રેલીનું પણ આયોજન અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિભાગના વડાઓને કરવાની કામગીરી વિષે જાણકારી આપી હતી.
રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાડવામાં
ગુજરાત રાજ્ય પ્રથમ વખત જ્યારે રાષ્ટ્રીય રમત માટેની મેજબાની કરી રહ્યું છે ત્યારે ભાવનગરમાં 36મી નેશનલ ગેમ્સની રમતો નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ સહિતનાં રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...