વિકરાળ આગ:ભાવનગમાં નવા બંદર રોડ પર ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક, કચરાના જથ્થામાં વિકરાળ આગ લાગી

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના શહેરના ગોકુળનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં પડેલ પ્લાસ્ટિક, કચરાના જથ્થામાં વહેલી સવારે આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહયા છે 10થી વધુ ગાડીઓ પાણીનો મારો ચલાવ્યો છતાં પણ કલાકોની જહેમત બાદ પણ આગ શરૂ હોવાનું જાણવા મળ્યું છે, આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટા દૂર દૂર સુધી દેખાય હતા.

પ્લાસ્ટિક, કચરોના જથ્થામાં આગ ભુભકિ ઉઠી
આ બનાવ અંગે ફાયર બ્રિગેડના પાસેથી પ્રાથમિક માહિતી મુજબ શહેર ગોકુળનગર વિસ્તારમાં આવેલ નવા બંદર રોડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક, વેસ્ટજ કચરોમાં આજે વહેલી સવારે આસપાસ કલાકે કોઈ કારણોસર આગ લાગી હતી. જેની જાણ ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો નવા બંદર દોડી ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ફાયરની આગ બુજવવા 10થી વધુ ગાડીઓ પાણી નો છટકાવ કરવામાં આવ્યો હતો છતાં કલાકોની જહેમત બાદ પણ આગ શરૂ હોવાનું જાણવા મળ્યું છે, આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...