110 લોકોનો પગાર લઇને મેનેજર ગાયબ:ભાવનગરમાં હીરાની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતો શખ્સ 18 લાખ રૂપિયા લઈ રફુચક્કર

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલા આદિત્ય કોમ્પલેક્ષની ઓફિસમાં કામ કરતો મેનેજર 18 લાખથી વધુ રોકડા રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

110 સ્ટાફનો પગાર લઈ ગાયબ
નિલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ શહેરના વિજયરાજનગરમાં આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા મનિષ ધામેલીયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, અમારી ઓફિસ 24 કલાક ચાલુ હોય છે જેમાં 110 વ્યક્તિઓ કામ કરે છે. જેમાં વિવેક મનજીભાઈ દિયોરા રાત્રીના 8થી સવારના 8 સુધી નાઇટ શિફ્ટમાં મેનેજર તરીકે છેલ્લા 9 મહિનાથી નોકરી કરે છે.

પોલીસે તપાસ હાથ ધરી
ગત તારીખ 9ના રોજ સવારે મને મેનેજરે ફોન કરી જાણ કરેલી કે નાઈટ શિફ્ટમાં કામ કરતો મેનેજર વિવેક રાત્રીના સમયથી ચાલ્યો ગયો છે. તરત મે લોકર ચેક કરવાનું કહેતા લોકરમાં કહી નથી તેમ જણાવ્યું હતું. આ લોકરમાં અમારી ઓફિસના 110 સ્ટાફનો પગાર કરવા લોકરમાં રાખેલ રૂપિયા 18 લાખ 51 હજાર જેવી માતબર રકમ લઈ રફુચક્કર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ ગુનો નોંધી મેનેજરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...