ભાવનગર એલસીબી ની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે અધેવાડા ગામ પાસેથી ચોરાઉ બાઈક સાથે શાહરૂખને ઝડપી ભરતનગર વિસ્તારમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
સમગ્ર બનાવ અંગે લોકલ ક્રાઈમબ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર એલસીબીની ટીમ શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન અધેવાડા ગામે પહોંચતા ટીમને બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે બુધેલ તરફથી એક શંકાસ્પદ શખ્સ ચોરીના બાઈક સાથે પસાર થવાનો છે. જે હકીકત આધારે ટીમ અધેવાડા ગામે આવેલ ખોડિયાર માતાના મંદિર પાસે વોચમા હોય એ દરમિયાન બાતમીદારોએ વર્ણવેલ શખ્સ બાઈક સાથે પસાર થતાં જેને અટકી તલાશી સાથે તેનું નામ-સરનામું તથા બાઈકના કાગળો-આરસી બુક તપાસ માટે માંગ્યા હતાં. દરમિયાન અટક કરેલ શખ્સે પોતાનું નામ શાહરૂખ ઉર્ફે નવાબ હનિફ પઠાણ ઉ.વ.25 રે.સ્લમબોર્ડ રૂમનં-40 આનંદનગર વાળો હોવાનું જણાવેલ તથા તેના કબ્જામાં રહેલ બાઈક અંગે કોઈ આધારભૂત દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપી શક્તા તેને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક ભરતનગર સ્થિત હરિઓમનગર માથી ચોરી કરી ફેરવતો હોવાની કેફિયત આપતાં પોલીસે તપાસ કરતાં આ બાઈક માલિક રાજેશ હસમુખભાઈ મકવાણા રે.હરિઓમનગર ભરતનગર વાળાનુ હોવાનું ખુલવા પામ્યું હતું.
બાઈક માલિકે બાઈક ચોરી થયાની ફરિયાદ પણ નોંધાવી હતી આથી ભરતનગરમાં થયેલ વાહન ચોરીનો કેસ ડિટેક્ટ કરી આરોપી મુદ્દામાલને ભરતનગર પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી ભરતનગર પોલીસે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.