તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાવનગરના ઘોઘા રોડ પરથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOG ની ટીમે ગાંજો મોબાઈલ મળી કુલ રૂ.11,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે સરાજાહેર પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાનુ વેચાણ કરતાં શખ્સને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.

ભાવનગર એસ.ઓ.જી ની ટીમ વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હોય એ દરમ્યાન ટીમને બાતમી મળી હતી કે ઘોઘા રોડ પર ચૌદનાળા નજીક એક શખ્સ માદક પદાર્થ નું ગેરકાયદે વેચાણ કરે છે જે હકીકત આધારે ઘોઘા રોડ ચૌદનાળા પાસે આવેલ કલ્યાણજી દાદાની દેરીના પગથિયાં પર એક શખ્સ તેનાં કબ્જામાં રહેલ થેલી માથી શંકાસ્પદ વસ્તુનું વેચાણ કરતો જણાતાં ટીમે શખ્સની અટક કરી નામ સરનામા સાથે તેની પાસે રહેલ થેલી તપાસમાં લીધી હતી.

શખ્સની પૂછપરછ કરતા પોતાનું નામ રાજુ ઉર્ફે કાળુ ભોળા જહમોરીયા રે.રતનપર તા,ઘોઘા વાળો હોવાનું જણાવેલ અને તેની પાસે રહેલ થેલી માથી સુકો ગાંજો એક કિલો એકસો વીસ ગ્રામ વિના પાસ-પરમિટે મળી આવેલ તથા એક મોબાઈલ પણ મળતાં ટીમે નસેડી રાજુ ની ગાંજો મોબાઈલ મળી કુલ રૂ,11,700 સાથે નાર્કોટિક્સ એકટ હેઠળ ધડાધડ કરી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપીને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...