છેતપિંડી:ભાદેવાની શેરીમાં નિવૃત્ત શિક્ષકના પૈસા ઓળવી જનાર શખ્સ ઝડપાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં વૃદ્ધના નાના-મોટા કામ કરી દઈ વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરનારો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

ભાદેવાની શેરીમાં નિવૃત્ત શિક્ષકના નાના-મોટા કામ કરી વિશ્વાસકેળની તેના ઘરમાં રહેલા બેંકના કોરા ચેકો ચોરી ખોટી સહી કરી પોતાની રીતે અલગ-અલગ ચેકમાં કુલ રૂ. 11.94 લાખ ઓળવી જનારા પાડોશમાં રહેતા શખ્સને ગંગાજળિયા પોલીસે ઝડપી લીધો છે. જેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.

શહેરની ભાદેવાની શેરી શુક્લની ડેલીમાં એકલા રહેતા નિવૃત્ત શિક્ષક કાંતીભાઈ કાનજીભાઈ શેઠ/કંસારા(ઉ.વ.90)ને તેની બાજુમાં રહેતા સચીન બાલકૃષ્ણ મુંજપરાએ કોરોનાકાળ દરમિયાન નાની મોટી મદદ કરી વિશ્વાસમાં લઈ તેમના ઘરે રહેલા SBIના 3, નાગરિક બેંકનો 1 અને પોસ્ટ ઓફિસનો 1 એમ કુલ મળી 5 કોરા ચેક ચોરી લઈ તેમાં પોતાની રીતે રકમ ભરી ખોટી સહી કરી પોતાના ખાતામાં સ્લીપો ભરી ટ્રાન્સફર કરી કુલ રૂ.11,94,800ની છેતરપિંડી આચરી હતી. જે અંગે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેંકની વિગતોના આધારે તપાસ કરતા વૃદ્ધની બાજુમાં જ રહેતા સચીને આ રકમ ઓળવી હોવાનું સામે આવતા ગંગાજળિયા પોલીસે ગઈ સાંજે તેને તેના ઘરેથી દબોચી આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...