જુગારી ઝડપાયો:પાલીતાણામાં IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતા-રમાડતાં શખ્સ ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પોલીસે રૂપિયા 5 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણા પોલીસે પાલીતાણા ટાઉનમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતા-રમાડતાં એક શખ્સની મોબાઈલ ફોન સાથે ધડપકડ કરી છે.

સમગ્ર બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા ટાઉન પોલીસ મથકનો સ્ટાફ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, પોષ્ટ ઓફીસ પાસે શખ્સ મોબાઈલ મા આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર-રમે-રમાડે છે જે હકીકત આધારે ટીમે પોસ્ટ ઓફીસ પાસેથી શખ્સોને અટકમાં લઈ નામ-સરનામાં સહિતની તપાસ હાથ ધરી હતી.

અટક કરાયેલા શખ્સે પોતાના નામ જણાવેલા જેમાં દર્શન રમેશ પરમાર (ઉ.વ.25 રહે. ભીડભંજન મંદિર પાસેના ખાંચામાં) તથા પુછતાછ કરતાં તે મોબાઈલ એપ મારફતે ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચ પર જુગાર રમવા સાથે અન્યોને રમાડતો હોવાની કેફિયત આપતાં પોલીસે એક મોબાઈલ કિંમત રૂ. 5 હજાર 400 સાથે શખ્સની જુગારધારા એક્ટ- 12 મુજબ ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...