શહેરમાં રહેતા એક વ્યક્તિને વડોદરાના શખ્સે અવાર નવાર વોટ્સએપ કોલ કરી લાખો રૂપીયાની માંગણી કરી, ઉચ્ચ અધિકારીઓનો ડર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. જેની વડોદરાના શખ્સ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના દિવાનપરા રોડ પર રહેતા અને અકવાડા ખાતે નયારા પેટ્રોલપંપના સંચાલક મહમદરજા હુસૈનભાઇ પંજવાણીને વડોદરાના રાજુ રાણા ઉર્ફે બેટરીએ અવાર નવાર વોટ્સેપમાં કોલ કરી 2 લાખ જેટલી માતબર રકમની માંગણી કરી હતી અને જો આ રકમ ભરપાઇ ન કરે તો ઉચ્ચ અધિકારીઓ મને ઓળખે છે અને હવે તને કોઇ બચાવશે નહીં તેમ કહી સાદો કોલ કરી ગાળો આપી હતી.
જો કે, મહમદરજા પંજવાણીએ 2019ની સાલમાં પૈસા બાબતે ઉબેદભાઇના કહેવાથી વાત કરેલ હતી. અને રાજૂ રાણા ઉર્ફે બેટરીને જાણતો અને ક્યારેય મળેલ નથી તેમ પણ જાણવા મળ્યું હતું. આમ, મહમદરજા પંજવાણીને વડોદરા રહેતા રાજુ રાણા ઉર્ફે બેટરીએ મારી નાખવાની ધમકી આપતા તેના વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.