તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાવનગરના શખ્સની ધરપકડ 24 હજાર લિટર ક્રૂડ જપ્ત કરાયુ

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સલાયા-મથુરા પાઇપલાઇનમાં પંચર પાડી ક્રૂડ ઓઇલની ચોરી
 • રાજ્ય વ્યાપી ઓઇલ ચોરીનું પગેરૂ ભાવનગરમાં નિકળ્યુ

સલાયા-મથુરા ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટની પાઇપ લાઇનમાં પંચર પાડી ક્રૂડ ઓઇલની કરાઇ રહેલી ચોરીના મામલામાં અમદાવાદ રૂરલની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 43 લોખંડના બેરલ, 70 પ્લાસ્ટિકના બેરલ સાથે 24,860 લિટર ક્રૂડ ઓઇલ જેની કિંમત રૂ.4.97 લાખની કિંમતના માલ સાથે ભાવનગરના ઇમરાન યુસુફની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડના મુખ્ય સુત્રધાર અમદાવાદના દાણીલીમડાના ઇસ્માઇલ ઉર્ફે સમીર પાસેથી ભાવનગરના ઇમરાન યુસુફે માલ ખરીદ્યો હતો.દસક્રોઇ તાલુકાના બારેજા ગામના ખેતરોમાંથી પસાર થતી સલાયા-મથુરા રિફાઇનરી પાઇપ લાઇનમાંથી પંચર પાડી તેમાં વાલ્વ લગાડી બે ઇંચ પહોળી-50 મીટર લાંબી પાઇપ વડે ક્રૂડ ઓઇલ ચોરવામાં આવતુ હતુ.

જે ખેતરની જમીનમાંથી પંચર પાડવામાં આવ્યુ હતુ તે ખેતરના માલીક દિનેશ ઠાકોર, પ્રવિણ ઠાકોર, પ્રકાશ ઠાકોર, મનુ ચૌહાણ, કુલદીપ વાઘેલા, ભીખા બારીયા, મહેશ રાવળ (તમામ બારેજા)ની અટક કરવામાં આવી હતી. પોલીસની જીણવટભરી પુછપરછ દરમિયાન તેઓએ ક્રૂડ ઓઇલ ચોરી કાૈભાંડનો મુખ્ય સુત્રધાર ઇસ્માઇલ (સમીર) હોવાનું કબુલ્યુ હતુ.

ઇસ્માઇલની પુછપરછ કરવામાં આવતા 18,000 લીટરની ક્ષમતા ધરાવતા 17 ટેન્કરોમાં લગભગ 3 લાખ લીટર ક્રૂડ જેની કિંમત 60 લાખ થાય છે તેની ચોરી કરી હતી. અને તાજેતરમાં 24000 લીટર ભાવનગરના ઇમરાન યુસુફને વેચ્યુ હતુ. પોલીસે ચોરાયેલા ક્રૂડ ઓઇલ સાથે ઇમરાનની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઇનનો માલ ખરીદવામાં ભાવનગર મોખરે
ગુજરાતમાંથી વિવિધ સ્થળોએથી પસાર થઇ રહેલી રિફાઇનરીની પાઇપ લાઇનોમાં પંચર પાડી ચોરી કરવામાં આવતું ક્રૂડ ઓઇલ ભાવનગરમાં મોટા પાયે પધરાવવામાં આવે છે. અગાઉ પણ ઇન્ટેલિજન્સ યુનિટ આ અંગેની તપાસમાં ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો ધમરોળી ચૂક્યુ છે. લાઇનનો ચોરીનો માલ ટેન્કરમાં લાવી અલંગની આજુબાજુમાં સ્ટોર કરવામાં આવે છે, અને પ્રોસેસ કરાયા બાદ તેને શિપના ઓઇલના નામે બજારમાં વેચવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો