આગ:ભાવનગરના રૂવાપરી રોડ પર ખુલ્લા પ્લોટમાં વેસ્ટેજ પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી, પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ

ભાવનગર6 મહિનો પહેલા
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
  • આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી

ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર ખુલ્લા પ્લોટમાં વેસ્ટેજ પ્લાસ્ટિકના જથ્થોમાં આગ લાગી હતી. આ અંગે ફાયરવિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ સમગ્ર બનાવ અંગે ફાયર વિભાગમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આજે બપોરે 3:30 કલાકે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શહેરના રૂવાપરી રોડ પર આવેલા દીપક ડાભીના ખુલ્લા પ્લોટમાં વેસ્ટેજ પ્લાસ્ટિકના જથ્થામાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને સતત પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગને પગલે વેસ્ટેજ પ્લાસ્ટિકનો જથ્થો સળગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...