લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા માનપુર ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિર સમાપન પ્રસંગે લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ કહ્યું કે, અનુભવ અને અનુબંધ બંનેનો સમન્વય લોકભારતીની ગ્રામશિબિરો દ્વારા થાય છે.માનપુર ગામે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા 'અમૃત મહોત્સવ ઉપર યુવા સંકલ્પ' અને 'શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ' વિષય સાથે યોજાયેલ આ શિબિર સમાપન પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા અહી થયેલી સેવા શિક્ષણ પ્રવૃત્તિ અંગે વિગતો આપવામાં આવી હતી.
શિક્ષણમાં માત્ર માહિતી નહિ, આચરણ અનિવાર્ય
લોકભારતીના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ ઉદ્બોધન કરતા કહ્યું કે, આવી શિબિરો દ્વારા ગામડાનો અભ્યાસ થઈ શકે છે અને તેના વિકાસ માટે શિક્ષણમાં કઈ રીતે સમાવેશ કરવો જોઈએ તે જાણવા મળે છે. અનુભવ અને અનુબંધ બંનેનો સમન્વય લોકભારતીની આવી ગ્રામશિબિરો દ્વારા થાય છે. તેઓએ શિક્ષણમાં માત્ર માહિતી નહિ, આચરણ અનિવાર્ય ગણાવેલ.
શિબિર સંદર્ભે પ્રાસંગિક વાતો રજૂ થઈ
આ પ્રસંગે માનપુર ગંગોત્રી સંસ્કાર તીર્થ સંસ્થાના અગ્રણી કરશનભાઈ ડાંગરે આ શિબિરનો લાભ સ્થાનિક વિદ્યાર્થી બાળકોને મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો.મહાવિદ્યાલયના આચાર્ય હસમુખભાઈ સુથારે શિબિરાર્થીઓને સતત સાંપ્રત મૂલ્યાંકન કરતા રહેવા શીખ આપી. કાર્યક્રમમાં ગંગાદેરી જગ્યાના સેવાદાસબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.લોકવિદ્યાલય વાળુકડના રાઘવભાઈ ધામેલિયા, સંસ્થાના કેતનભાઈ ત્રિવેદી તથા ભારતીબેન ઠક્કર દ્વારા શિબિર સંદર્ભે પ્રાસંગિક વાતો રજૂ થઈ હતી.
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
અહીંયા મનજી કોશિયાણિયાના સંચાલન સાથેના આ કાર્યક્રમમાં બહેનો દ્વારા સુંદર ગાન રજૂ થયેલ. સમગ્ર આયોજન સંકલનમાં શ્રીધરભાઈ ગજ્જર, યોગેશભાઈ ત્રિવેદી સાથે સંસ્થા પરિવાર જોડાયેલ. જિતેશભાઈ વ્યાસ, લાલજીભાઈ વિરડિયા, આંબાભાઈ પટેલ, રમેશભાઈ પરમાર વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા, કાર્યક્રમ આભારવિધિ શિબિર સંયોજક પૂજાભાઈ મકવાણાએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.