આયુષ મેળાનું આયોજન:ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભાવનગર,તાપીબાઇ હોસ્પિટલ-ભાવનગર તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-તળાજા દ્વારા ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું
આ આયુષ મેળામાં આમંત્રણને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ તથા વિવિધ ક્ષેત્રના અધિકારી/પદાધિકારીનુ મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું.

સારવારનો મોટી ​​​સંખ્યામાં લોકોએ લાભ લીધો આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે બાળકોને અને નગરજનોને પ્રેઝન્ટેશન દ્વારા આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.આ કેમ્પમાં નિદાન અને આર્યુવેદીક વિવિધ આરોગ્ય સારવારનો મોટી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...