દાદાને રંગબેરંગી પુષ્પોનો શણગાર:સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાદાના ભક્તો વાજતે-ગાજતે દાદાને ધજા અર્પણ કરવામાં આવેલ
  • દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાં નિમિત્તે બુધવારના પવિત્ર દિને તા.13-07-2022ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી.

સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું
તેમજ સવારે 6:30 થી 7:00 કલાક દરમિયાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પૂજન-અર્ચન કરી દાદાના સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સુવર્ણ શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી-અથાણાવાળા તથા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની આરતી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ ગુરુપૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી. દાદાના ભક્તો વડે વાજતે-ગાજતે દાદાને ધજા અર્પણ કરવામાં આવેલ,

દાદાનો ઓનલાઈન દર્શનલાભ
દાદાને સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...