તંત્રની નિષ્ક્રિયતા:યમનોત્રીમાં ભૂસ્ખલનથી ભાવનગરના 3000 યાત્રાળુ ફસાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યમનોત્રીમાં આપત્તી વેળાએ હોટલના ભાડા બમણાથી વધી ગયા, પાણીની એક બોટલના રૂ.50 થઈ ગયા
  • ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ ગયેલા 10 હજાર યાત્રાળુઓ અટવાયા : રાણા ચટ્ટી પાસે ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી ગયો

કોરોનાના સમયે દરમિયાન બે વર્ષ સુધી બંધ રહેલી ચારધામ યાત્રા ફરી શરૂ થઈ છે અને આ વખતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે યમનોત્રી નજીક ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી જતા ભાવનગરના 300 સહિત ગુજરાતના 10 હજાર જેટલા યાત્રાળુઓ યમનોત્રીમાં હાલ તુરત ફસાઈ ગયા છે. ગઈકાલથી યમનોત્રીમા આ સેંકડો લોકો ફસાઇ ગયા હોય તો હોટલમાં ભાવ આસમાને આંબી ગયા છે.

સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા તત્કાલ કોઈ વ્યવસ્થા ન કરાતા હોટલના ભાડા વધારીને રૂપિયા પાંચ હજાર કે તેનાથી વધુ થઈ ગયા છે તેમ ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા ઈસ્કોન મંદિરના વેણુગોપાલ સ્વામીએ એક વાતચીતમાં જણાવ્યું હતું જો કે હાલ પરિસ્થિતિ કોઈ રીતે ગંભીર નથી તેમ પણ જણાવ્યું હતું અને સૌ કોઈ કુશળ છે.

ચારધામની યાત્રાએ ભાવનગરમાંથી ત્રણ ગ્રુપના કુલ ૩૦૦ જેટલા યાત્રાળુઓ ગયા છે જેમાં ગઈકાલે યમનોત્રી નજીક રાણા ચટ્ટી પાસે ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી ગયો છે અને હવે નાના વાહનો ચાલતા થયા છે પરંતુ મોટા વાહનો હજી પસાર થઈ શકતા નથી. વળી આ નાના વાહનોનું પરિવહન શરૂ થઈ ગયું હોય રસ્તો જલદી રિપેર પણ થઇ શકતો નથી.

આથી ભાવનગરના 300 અને ગુજરાતના અંદાજે દસ હજાર જેટલા યાત્રાળુઓ યમનોત્રીમાં ફસાઈ ગયા છે. સ્થાનિક તંત્ર દ્વારા રહેવા જમવા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીની એક બોટલના ભાવ 50 થઈ ગયા છે. કેટલીક હોટલોમાં તો ભાડા બમણા કરી દેવામાં આવ્યા છે. આથી સ્થાનિક તંત્ર અને સરકાર જો તત્કાલ યુદ્ધના ધોરણે સહાય કરે તો આ યાત્રાળુઓની પરેશાની ઓછી થાય તેમ છે.

આમ ચારધામની યાત્રાએ ગયેલા ભાવનગર સહિત ગુજરાતભરના 10000થી વધુ યાત્રાળુઓ ભુસ્ખલનને લીધે અટવાઈ ગયા છે. અને યમનોત્રીમાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાને લીધે આ યાત્રાળુઓને રહેવા, ખાવાથી લઈને પીવાના પાણી સુધીની ચીજો માટે આસમાની ભાવો ચુકવવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...