તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પાનવાડી ચોક ખાતે ટ્રેડ યુનિયનો અને વિવિધ સંગઠનો દ્વારા માનવ સાંકળ રચવામા આવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની નીતિ-રીતિનો વિરોધ કરવામા આવ્યો

આજે નવમી ઓગસ્ટ આઝાદી આંદોલનના અંગ્રેજો ભારત છોડોના ઐતહાસિક દિવસે ભારત સરકારની રીતિ નીતિના વિરોધમાં ભાવનગર સહીત દેશભરમાં ટ્રેડ યુનિયન સહિતના સંગઠનો દ્વારા દેખાવો સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાનવાડી ચોક ખાતે માનવ સાંકળ રચી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

દિનપ્રતિદિન પેટ્રોલ-ડીઝલ, જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં જંગી ભાવ વધારો તથા ખેતી, કારખાનાઓ, સેવાના વેચાણ સહિતનો વિરોધ ભાવનગર શહેરના પાનવાડી ચોક ખાતે માનવ સાંકળ રચી વિરોધ કરવામાં આવ્યો હતો, આજે અંગ્રેજોના ભારત છોડો આંદોલનના ઐતિહાસિક દિવસ તા.9 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ સામે વિરોધ દર્શાવાશે જેમાં સરકારી સંપત્તિઓના વેચાણ, ખાનગીકરણ, બેરોજગારી, શ્રમજીવી કાનૂન વિરોધી ચાર લેબર કોડ, કૃષિ વિરોધી ત્રણ કાયદા, નવા ઇલે. બીલ વિગેરેનો સમાવેશ થાય છે.

આ આંદોલનના ભાગરૂપે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો, ઇન્ટુક, સીટુ, આઇટૂક, એલઆઇસી સહિતના 13 કામદાર સંગઠનોના આગેવાનો તેમજ ગુજરાત કિસાન સભા, ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન કોંગ્રેસ સહિતના 22 ખેડૂત સંગઠનોની રચાયેલી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોની બેઠકમાં આ નિર્ણય કરાયો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં સીટુ અરુણ મહેતા, અશોક સોમપુરા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જયેશભાઈ ઓઝા, પુનિતભાઈ ઓઝા, એલ.આઇ.સી ના કમલેશભાઈ ભટ્ટ, જનવાદી મહિલા સમિતિના નલીનીબેન જાડેજા, હંસાબેન બારૈયા, આશા હેલ્થ વર્કસ યુનિયનના ઉપપ્રમુખ પુષ્પાબેન પરમાર, ગુજરાત સભાના જયસુખભાઈ રબારી તથા ભાવનગર જિલ્લા રીક્ષા ડ્રાઇવર સંગઠનના આગેવનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...