તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રિમનો સંકેત:INS વિરાટને તોડવા પરનો સ્ટે દૂર કરવામાં આવશે; 6 મહિનાથી ભારતીય યુધ્ધ જહાજ વિવાદમાં

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
INS વિરાટની ફાઇલ તસવીર - Divya Bhaskar
INS વિરાટની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે એવો સંકેત આપ્યો છે કે તે ભારતના સેવા નિવૃત્ત કરાયેલા વિમાનવાહક જહાજ આઇ.એન.એસ. વિરાટને તોડવા પરનો સ્ટે દૂર કરી શકે છે. તેમ છતાં, કોર્ટે જહાજને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા આતુર એક ખાનગી કંપનીને કહ્યું કે, તે દરિયાઈ સર્વેક્ષણ અહેવાલ પર પોતાનો જવાબ રજૂ કરવા કહે છે, જેણે તારણ કાઢ્યું છે કે વિરાટ એક મૃત ઢાંચો છે, અને જમીનમાં ખૂંપી ગયાની સ્થિતિમાં છે.

2020ના સપ્ટેમ્બરમાં અલંગ આવ્યું હતું
મુખ્ય ન્યાયાધીશ એસ. એ.બોબડેની અધ્યક્ષતાવાળી અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને વી.રામાસુબ્રમનિયનની બનેલી ખંડપીઠે કહ્યું હતુ કે, "આ શિપ હવે ખાનગી મિલકત છે. તેનો 40 ટકા હિસ્સો પહેલાથી જ કાપી નાખવામાં આવ્યો છે અને તેને હવે યુધ્ધ જહાજનો દરજ્જો આપી શકાતો નથી." ફેબ્રુઆરીમાં, સર્વોચ્ચ અદાલતે દાયકાઓથી ભારતીય નૌકાદળની સેવામાં રહેલા આઈએનએસ વિરાટને વધુ કાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સપ્ટેમ્બર 2020થી તે ગુજરાતના અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાંગરવામાં આવ્યુ હતુ. ટોચની કોર્ટે આ મામલાની સુનાવણી એક અઠવાડિયા પછી સુનિશ્ચિત કરી છે.

ડિસેમ્બરમાં ભાગવાની શરૂઆત થઈ હતી
ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ ખાતેની એક ખાનગી કંપની શ્રીરામ ગ્રુપે ગયા વર્ષે જુલાઈમાં વિરાટને 38.54 કરોડમાં ખરીદ્યુ હતો. ડિસેમ્બર-2020માં ભાંગવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સુનાવણી દરમિયાન, ખંડપીઠે જહાજ ભાંગવાની સ્થિતિની તપાસ કરી અને ખાનગી કંપની એન્વિટેક મરીન કન્સલ્ટન્ટ પ્રા.લિ.ને કહ્યું કે, 40 ટકા યુદ્ધ જહાજ કાપી નાખવામાં આવ્યું છે. ખંડપીઠે એનવિટેક મરીન સલાહકારને પૂછ્યું કે તે તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા માટે કેમ લેવા માંગે છે?.

10 ફેબ્રુઆરીએ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી
અરજીકર્તા રૂપાલી શર્માએ, એન્વિટેક મરીન તરફથી હાજરી આપી હતી, અને રજૂઆત કરી હતી કે તેઓ જહાજ વિખેરી નાખવાની સ્થિતિ જાણવા માટે જહાજની તપાસ કરવા માંગશે. ખંડપીઠે જવાબ આપ્યો, "તે હવે ખાનગી મિલકત બની ગઈ છે અને તેમાં યુદ્ધજહાજનું પાત્ર નથી. "શ્રી રામ ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ રાજીવ ધવને વાંધો રજૂ કરનારી પેઢીએ કરેલી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. 10 ફેબ્રુઆરીએ, ટોચની અદાલતે કહ્યું હતું કે " નોટિસ ઇશ્યૂ કરો.

નૌકાદળની સલાહ લીધા બાદ નિર્ણય લેવાયો
આ દરમિયાન પક્ષોને આઈ.એન.એસ. વિરાટ તરીકે ઓળખાતા વિષયના જહાજને તોડી નાખવા / તોડવા સંદર્ભે યથાવત્ સ્થિતિ જાળવવા નિર્દેશ આપવામાં આવ્યો છે'. એનવિટેક મરીન કન્સલ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરેલી અરજી પર ટોચની કોર્ટે કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી પણ જવાબ માંગ્યો હતો. ખાનગી કંપની આ જહાજને સાચવવા અને તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા માગે છે, અને તેને તોડી નાંખતુ રોકવા માટે ટોચની અદાલતમાં દાદ માંગી હતી. જુલાઇ 2019 માં કેન્દ્રએ સંસદને માહિતી આપી હતી કે આઈએનએસ વિરાટને ખતમ કરવાનો નિર્ણય ભારતીય નૌકાદળની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો