પિપાવાવ પોર્ટ ખાતેથી પ્રતિબંધિત નશાકારક વસ્તુઓનો જથ્થો વિદેશમાં મોકલાઇ રહ્યો હોવાની શંકાના આધારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં શંકાસ્પદ કન્ટેનરો રોકી અને તેમાં રહેલા કાર્ગોના સેમ્પલ ચેકિંગ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ને મોકલી આપવામાં આવ્યા હતા.
એફએસએલનો રિપોર્ટ બધુ સામાન્ય હોવાનો આવતા, એનસીબી માટે ખોદ્યો ડુંગર, નિકળ્યો ઉંદર જેવો ઘાટ થયો હતો.હરિયાણાના સોનિપત આઇસીડી ખાતેથી આલ્પસ લાઇફ સાયન્સ પ્રા.લિ.,નો દવાનો 12742 કિલો કાર્ગો ટ્રકમાં લોડ કરી અને કન્ટેનર પિપાવાવ પોર્ટમાં મોકલવામાં આવ્યા હતા, અને પિપાવાવ પોર્ટથી શિપ મર્ક્સ સેન્ટોસા મારફતે દવાનો જથ્થો કન્ટેનર મારફતે પૂર્વ આફ્રિકાના કેન્યાના મોમ્બાસા બંદર ખાતે મોકલવાનો હતો. અને દવાનો કાર્ગો મોમ્બાસા ખાતે આયાત કરનાર કંપની ઇન્ડીગો ફાર્માસ્યૂટિકલ્સ લિ., સૂદાનનો હતો.
નશાકારક વસ્તુઓ મોકલાઇ રહી હોવાની એનસીબીને મળેલી બાતમીના આધારે પિપાવાવ પોર્ટ ખાતે સોનિપતથી આવી પહોંચેલા કન્ટેનરોમાં રાખવામાં આવેલા દવાના જથ્થાનું ચેકિંગ કરાયુ હતુ અને સેમ્પલ એફએસએલને મોકલવામાં આવ્યા હતા. એફએસએલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં બધુ સલામત હોવાનું ફલીત થયું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.