• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • A High level Review Meeting Was Held In Bhavnagar Regarding The 36th National Games To Be Held For The First Time In The State, Necessary Guidance Was Provided To The Officials.

સમીક્ષા બેઠક:રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સને લઇને ભાવનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી, અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકારના રમતોત્સવનું જ્યાં આયોજન થાય છે ત્યાંના વિસ્તારનું આર્થિક રીતે પણ ટ્રાન્સફોર્મેશન થાય છેઃ નેશનલ ગેમ્સના અધ્યક્ષ

ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સનું આયોજન આગામી તા.26-9 થી તા. 12-10-2022 સુધી રાજ્યના 6 શહેરોમાં કરાયું છે. જેમાં ભાવનગર પણ આ ગેમ્સની યજમાની કરવાનું છે. જેને લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી હતી.
7 વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાવા જઇ રહી છે
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરતાં એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું કે, ભાવનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો રમતોત્સવ યોજાનાર છે તે ભાવનગર શહેર માટે ગૌરવની બાબત છે. 7 વર્ષ પછી આ નેશનલ ગેમ્સ ભારતમાં યોજાવા જઇ રહી છે. 36 રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશના રમતવીરો આ રમતોત્સવમાં સહભાગી થવાના છે.

અમદાવાદે ઓલિમ્પિક માટેની દાવેદારી કરી
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, આ ગેમ્સનું ફલક કોમનવેલ્થ કરતાં વધુ છે. વર્ષ-2036 માં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદે ઓલિમ્પિક માટેની દાવેદારી કરી છે તેના માટે આ પ્રાથમિક ચરણ બની રહેશે. આ ગેમ્સનું આપણે જેટલી સારી રીતે આયોજન કરીશું તેટલી જ ઓલિમ્પિકની યજમાની કરવાનો આપણો દાવો વધુ મજબૂત થશે.
ભાવનગરનું પણ સ્પોર્ટસ ક્ષેત્રે આગવી ઓળખ થશે
આ ગેમ્સનું મહત્વ એ દ્રષ્ટિએ છે કે, ઓલિમ્પિક અત્યાર સુધી ભારતમાં પણ રમાઇ નથી અને સીધી જ અમદાવાદમાં રમાવાં જઇ રહી છે. આના સફળ આયોજનથી એક પ્રકારનો સફળતાનો અધ્યાય લખાશે. જેનાથી ગુજરાત સાથે ભાવનગરનું પણ સ્પોર્ટસ ક્ષેત્રે આગવી ઓળખ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રકારના રમતોત્સવનું જ્યાં આયોજન થાય છે ત્યાંના વિસ્તારનું આર્થિક રીતે પણ ટ્રાન્સફોર્મેશન થાય છે. તેવાં સમયે ભાવનગરને આ તક મળી છે ત્યારે સૌએ આ તકને ઝડપી લેવાની આવશ્યકતા તેમણે સમજાવી હતી.
​​​​​​​ભાવેણાંના કલા અને સંસ્કૃતિનું દર્શન થાય તે પ્રકારે સજાવટ
એમ.એ. ગાંધીએ આવનાર રમતવીરોના રહેવાં-જમવાં, રોકાવાની, પરિવહનની, મેડિકલની સગવડ સહિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જરૂરી મંજૂરીઓ બાબતે સર્વગ્રાહી સમીક્ષા કરીને ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખેલાડીઓ, કોચ તેમજ સહાયક સ્ટાફના પરંપરાગત સ્વાગત માટે રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, અને રોડ માર્ગે સ્વાગત કેન્દ્ર શરૂ કરવામાં આવશે. શહેરના માર્ગો પર રમતના ભીતચિંત્રો દોરવામાં આવશે. શહેરના સર્કલોને રોશનીથી શણગારવાં સહિતના સૂચનો કરીને બહારના રાજ્યના ખેલાડીઓ અને કોચને ભાવેણાંના કલા અને સંસ્કૃતિનું દર્શન થાય તે પ્રકારે સજાવટ કરવામાં આવશે તે અંગેની વિગતો આપી હતી.
480 ખેલાડીઓ, 66 કોચ અને 132 ટેક્નીકલ સ્ટાફ જોડાશે
મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય અને કલેક્ટર યોગેશ નિરગુડેએ જિલ્લાના અધિકારીઓને જરૂરી મંજૂરીઓ મેળવી લેવાં તેમજ સંબંધિત કામગીરી સમગસર અને ચોક્સાઇપૂર્વક થઇ જાય તે માટેની ચીવટ દાખવવાં માટે અનુરોધ કર્યો હતો. ભાવનગર ખાતે યોજાનાર નેશનલ ગેમ્સમાં નેટ બોલ, બાસ્કેટ બોલ, વોલીબોલની સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સીદસર ખાતે યોજાનાર રમતમાં 480 ખેલાડીઓ, 66 કોચ અને 132 ટેક્નીકલ સ્ટાફ જોડાવાનો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકાઓના રિજિયોનલ કમિશનર અજય દહિંયા, અધિક નિવાસી કલેક્ટર બી.જે. પટેલ સહિતના જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...