માર્ગદર્શન સેમિનાર:ભાવનગરના શિશુવિહાર સંસ્થા ખાતે બાળ વિકાસ અને જીવન શિક્ષણ વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં મોંઘીબેન બધેકા બાલમંદિર શિશુવિહારના ઉપક્રમે જાગ્રત વાલી પ્રવૃત્તિ અંતર્ગત બાળ વિકાસ અને જીવન શિક્ષણ વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વાલીઓને બાળ વિકાસ અને જીવન શિક્ષણ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

80થી વધુ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો
શિશુ વિહાર સંચાલિત મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે છેલ્લા 14 વર્ષથી ચાલતા જાગ્રત વાલી કાર્યક્રમ અંતર્ગત ક્રિડાગણના તાલીમાર્થીઓ તથા બાલમંદિરના બાળકોના વાલીઓને ડો.નેહલભાઈ ત્રિવેદીએ વાલીઓને બાળ વિકાસ અને જીવન શિક્ષણ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 80થી વધુ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.

સંસ્થામાં શરૂ થનાર કેરટેકરના કોર્સની માહિતી અપાઈ
તેમજ પ્રીતિબેન ભટ્ટે સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓ અને આરોગ્ય સેવામાં કારકિર્દી બનાવવા માટે સંસ્થામાં શરૂ થનાર કેરટેકરના કોર્સની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કમલેશભાઈ વેગડે સહુનો આભાર વ્યક્ત કરી અલ્પાહાર બાદ સંપન્ન થયેલ કાર્યક્રમનું સંકલન બાલમંદિરના શિક્ષકો તથા બહેનોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...