આયોજન:અયોધ્યાપુરમ તીર્થના આંગણે ભવ્ય ઉપદ્યાનતપની આરાધના કરાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂ.બંધુબેલડી મ.સા.ની નિશ્રામાં કરાશે આયોજન

બંધુ બેલડી મહારાજ સાહેબ પ.પૂ.આ.દેવ જિનચંદ્રસાગર સુરીશ્વરજી મ.સા તથા પ.પૂ.આ.દેવ હેમચંદ્રસાગર સુરીશ્વરજી મ.સાની નિશ્રામાં તા.31/12ના રોજ શ્રાવક જીવનના દીક્ષા સ્વરૂપ ઉપદ્યાન તપના ભવ્ય મંડાણ થશે. જિન શાસનમાં શ્રાવક માટે શક્તિ સમ્પન્ન થતા જ ઉપદ્યાન તપની આરાધના અનિવાર્ય મનાય છે. જેમાં 47 દિવસીય પ્રથમ, 35 દિવસીય દ્વિતીય, 28 દિવસીય તૃતીય આમ ત્રણ ઉપદ્યાન શ્રવાક કરી શકે છે. શ્રાવકનું સ્વપ્ન તો શ્રમણજીવન પામવાનું હોય છે તેની આછેરી ઝલક એટલે ઉદ્યાનતપ. પ્રિતીદીન શુભ ધ્યાનથી શ્રાવકના જીવનમાં અવિશ્વસનીય પરિવર્તન થાય છે.

47 દિવસીય ઉપદ્યાનની સાધના બાદ આચાર્ય મહારાજના હસ્તે મોક્ષ માળારોપણનો ઉત્સવ તા.18/2ના દિવસે ઉજવાશે. આ ઉપદ્યાન તપની આરાધનામા અબાલવૃદ્ધ, નાના નાના બાળકો પણ જોડાઈ રહ્યા છે.કોરોના મુક્ત અને આધુનિક ટેકનોલોજીથી દૂર એવા વાતાવરણ અને આદિનાથ દાદા તેમજ આચાર્ય ભગવંતની નિશ્રા અને ઉપદ્યાન તપ કરવા માટે અનુરોધ કરાયો છે.ઉપદ્યાન તપના સંપૂર્ણ લાભાર્થી સીતાબેન કાંતિલાલ ભીખાલાલ શાહ પરિવાર (અનાવલ) વાળા છે.

અન્ય સમાચારો પણ છે...