તડામાર તૈયારીઓ:ગોહિલવાડના ગામોમાં ધામધુમથી ઉજવાશે ભવ્ય તુલસી વિવાહ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનના લગ્નની ગામે ગામ તડામાર તૈયારીઓ

કારતક સુદ 11 ને શનિવારે માતા વૃંદા અને ભગવાન ઠાકોરજીનો ભવ્ય લગ્નોત્સવ ગોહિલવાડના ગામે ગામ ધામધુમથી ઉજવાશે.ભગવાનના લગ્નને લઇને ગામો શણગારવામાં આવ્યા છે.ભગવાનના લગ્નોત્સવને વધાવવા લોકો થનગની રહયાં છે.

  • ગુરુદત્તાત્રેય આશ્રમ ગૌધામ કોટિયા: જિલ્લાના જાણીતા પ્રાકૃતિક ધામ ગુરુદત્તાત્રેય આશ્રમ ગૌધામ કોટિયા (તા.મહુવા) ખાતે આગામી તા.5 ને શનિવારે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નજીકના વાણીયાવીર તથા કુંઢડા નિવાસી કાળીયા ઠાકરની જાન સાંજના 4 કલાકે પધારશે. હસ્તમેળાપનો સમય રાત્રિના 11 કલાકે રાખેલ છે તેમજ રાસ ગરબા અને સંતવાણી ડાયરાનો કાર્યક્રમ પણ થશે.
  • શેવડીવદર : શેવડીવદર ગામે ગામ સમસ્ત દ્વારા તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યુ છે.ગૌશાળાના લાભાર્થે તા.5ને શનિવારે ભવ્ય તુલસીવિવાહ યોજાશે તેમજ રાત્રિના હરિચંદ્ર તારામતિ આખ્યાનનું પણ આયોજન કરાયુ છે.પાંચ વાગે મહાપ્રસાદ પણ રાખેલ છે.તા.3ને ગુરૂવારે ફુલેકુ રાખેલ છે.ધર્મપ્રેમી જનતાએ આ ધાર્મિક
  • કાર્યક્રમમાં પધારવા શેવડીવદર ગામ સમસ્ત દ્વારા જણાવાયુ છે.
  • બોટાદ : બોટાદમાં શ્રી મહાકાળી યુવક મંડળ બારોટ શેરી દ્રારા પરંપરાગત ઉજવાતા તુલસી વિવાહને આ વર્ષે 50 માં વર્ષમાં મંગળ પ્રવેશ થાય છે પરંપરાગત રીતે ઉજવાતા આ ઉત્સવમાં તા.4 ને શુક્રવારે સવાર થી સાંજ સુધી બોટાદ તાલુકાના બાવન ગામના બહેન દિકરીઓ બારોટ શેરીમાં શ્રી તુલસી માતાજીના પુજા વિધીમાં ભાગ લેશે તેમજ સાંજે 6 કલાકે શ્રી મસ્તરામજી મંદિર ખાતેથી બોટાદના નવા રામજી મંદિરના શ્રી તિરથરામ બાપુના ઠાકોરજીનો વરઘોડો નિકળશે અને બોટાદના રાજમાર્ગો ઉપર થઈને બારોટ શેરીના આંગણે પધારશે.રાત્રીના સમયે ભગવાન ઠાકોરજીના તુલશી માતાજી સાથે લગ્ન કરવામાં આવશે.
  • કુંભણ : મહુવા તાલુકાના કુંભણ ગામે નકળંગ ધામ શ્રી રામદેવપીર બાપાના મંદિર ખાતે રામદેવ મિત્ર મંડળ તથા કુંભણ ગામ સમસ્ત દ્વારા આયોજીત તુલસી વિવાહ તા.5/11ને શનિવારે યોજાશે. તુલસી વિવાહ દરમિયાન મંડપ મુહુર્ત તા.3/11ને ગુરૂવારે સવારે 7 કલાકે, જાન આગમન શ્રી અંબાજી માતાજી મંદિર વિશ્વાસ નગર બ્લોક નં.65, વીટીનગર સામેથી મહુવા જય અંબે મહિલા સત્સંગ મંડળ મહુવાથી જાન લઇ પધારશે. તુલસીમાની પુજા તા.5/11ને શનિવારે સાંજે 5 કલાકે તથા ગોરણી માટેનું ફરાળ સાંજે 7 કલાકે, ગામ ધુવાડો બંધ રાખેલ છે. રાત્રે 9.30 કલાકે હસ્ત મેળાપ તથા આખ્યાન રાત્રે 10 કલાકે રાખેલ છે.
  • વાંગર ગામે તુલસી વિવાહ : મહુવા તાલુકાના વાંગર ગામે માતા તુલસી (વૃંદા) અને ઠાકોરજીના લગ્નનું તા.4-11-22 ને શુક્રવારે આયોજન કરવામાં આવ્યું છે.તા.4ને શુક્રવારે સાંજના 4 વાગે પ્લોટ વિસ્તારમાં ઠાકોરજીની જાન રાજુભાઇ મકાભાઇ ગમારાની વાડીએ આગમન થશે.તેમજ રાજુભાઇ મકાભાઇ ગમારા તરફથી ગોરણીઓને લાણાનું દાન કરવામાં આવશે.ભોજન સમારંભ સાંજે 6 કલાકે રાખેલ છે.રાત્રીના 10 કલાકે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે.
અન્ય સમાચારો પણ છે...