ભાવનગરમાં જૈન સંઘ દ્વારા આજે મહાવિર સ્વામિ ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા, મહાવિર સ્વામિ જન્મકલ્યાણના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મહાવીર જયંતિ નિમિત્તે ભાવનગરમાં જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા મોટા દેરાસરથી નીકળી શહેરના મુખ્ય માર્ગ પર ફરી કાળાનાળા દાદાસાહેબ દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં સંઘના પાઠશાળાના બાળકો, બેન્ડ, રથ તથા શ્રાવક-શ્રાવિકાઓ તથા સામુદાયીક વર્ષીતપ અને શાશ્વત ઓળીના તપસ્વીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
શોભા યાત્રા પૂર્ણ થયા બાદ દાદા સાહેબ દેરાસર ખાતે મહાવીર સ્વામિ ભગવાનના જન્મ કલ્યાણના પાઠનું પઠન કરાયું હતું. ત્યારબાદ સાંજે 7 પ્રભુજીની ભવ્ય આંગીના દર્શન, 7:30 કલાકે પ્રતિકમણ, 8:30 કલાકે ભાવના શાસન સમ્રાટ પ્રગતિ મંડળ ભાવના ગાશે, સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ઉજવણી કરાશે. આ પ્રસંગે જૈન સમાજના ભાઈઓ-બેહનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.