લોકપરંપરાની જાળવણી:'દીકરી વ્હાલની વીરડી' શીર્ષક હેઠળ ભાવનગરમાં લોકસંગીતનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • વિસરાતી જતી ગુજરાતની મૂળભૂત લોકવારસાની પરંપરાને આજની યુવાપેઢી સાથે ઉજાગર કરવાનો નવતર પ્રયોગ
  • ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક રાજેશ્રીબેન પરમાર અને ટીમ દ્વારા લોકસંગીત રજુ કરાયા

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજની યુવાપેઢી સાથે ગુજરાતની મૂળભૂત પરંપરા લોકગીત અને લોકસંગીતને ઉજાગર કરવાનો ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ આજરોજ સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આજના બદલાતા જતા યુગમાં આજની યુવા પેઢી આપણી મૂળભૂત સંસ્કૃતિને વિસરતી જાય છે. પશ્ચિમી સંસ્કૃતિ ના આંધળા અનુકરણ ના કારણે આપણી લોકગીત અને લોકસંગીતનો ભવ્ય લોક્વારસો અને લોકસંગીતને સ્વીકારવાને બદલે પશ્ચિમી સંગીતને વધુ સ્વીકારે છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત લોકપરંપરાને જાળવવા અને આપણા મૂળભૂત લોકગીતો અને આપણું લોકસંગીત ને આજની વિધાર્થીનીઓ ઓળખે શકે તે હેતુથી “દીકરી વ્હાલની વીરડી" શીર્ષક હેઠળ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ માટે લોકગીત અને લોકસંગીતનો વારસો જળવાઈ રહે તે માટે આજરોજ શુક્રવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ સરદારનગર ખાતે બે સેશનમાં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક રાજેશ્રીબેન પરમાર અને તેમની ટીમ દ્વારા દીકરી વ્હાલની વીરડી શીર્ષક હેઠળ લોકગીત અને લોકસંગીત નો સંસ્કૃતિક કાર્યક્રમ રજુ રજૂ કરી કોલેજની વિદ્યાર્થિનીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ પ્રસંગે નંદકુવરબા મહિલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, રવીન્દ્રસિંહ સરવૈયા તથા વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...