દાદાને હિમાલયની ઝાંખીનો શણગાર:સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે હિમાલયની ઝાંખીનો દિવ્ય શણગાર કરાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંપૂર્ણ ધનુર્માસ નિમિત્તે પ્રતિદિન સવારે 9થી 12 તથા સાંજે 3થી 6 વાગ્યે મારૂતિયજ્ઞનું આયોજન

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક સમા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર ધનુર્માસના શનિવાર નિમિત્તે આજે હિમાલયની ઝાંખીનો દિવ્ય શણગાર કરાયો હતો. નોંધનીય છે કે સંપૂર્ણ ધનુર્માસ નિમિત્તે પ્રતિદિન મારૂતિયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિત્તે આજે તા. 8 જાન્યુઆરીના રોજ સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરી હિમાલયના દર્શન કરાવવામાં આવ્યા હતા. તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા તથા શણગાર આરતી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

નોંધનીય છે કે મંદિરની યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, જે સંપૂર્ણ ધનુર્માસ નિમિતે પ્રતિદિન સવારે 9થી 12 કલાક તથા સાંજે 3થી 6 સુધી શરૂ છે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

હનુમાજી દાદાને હિમાલયની ઝાંખીનો ભવ્ય શણગાર
હનુમાજી દાદાને હિમાલયની ઝાંખીનો ભવ્ય શણગાર

હનુમાજી દાદાને હિમાલયની ઝાંખીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...