ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી આધારે સિહોર તાલુકાના ગઢુલા ગામની સીમમાં ચાલતું જુગારધામ ઝડપી તિનપત્તીનો જુગાર રમતાં ત્રણ ગેમ્બલરોને ઝડપી લીધા હતા જયારે 6 ખેલંદાઓ નાસી છુટવામા સફળ રહ્યાં હતાં.
પશુ બાંધવાની ગમાણમા જુગાર ક્લબ ચાલતું હતું
સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગત રોજ લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ સિહોર તાલુકામાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ગઢુલા ગામની સીમમાં વાડી ધરાવતો મયુર દશરથસિંહ ગોહિલ પોતાની વાડીમાં પશુ બાંધવાની ગમાણમા બહારથી જુગાર શોખીનોને બોલાવી નાળ ઉઘરાવી જુગારની કલબ ચલાવે છે જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા 6 જુગારીઓ ફરાર થઈ ગયા હતા જયારે ત્રણ ઝડપાયા હતાં જેમાં શિવરાજ ગભરૂ ખાચર ઉ.વ.35 રે.પીપરડી તા.ગઢડા જિ.બોટાદ રમેશ હિરા ગોલેતર ઉ.વ.45 રે.ઢસા અને દેવાયત સુરા સાંબડ ઉ.વ.42 રે.સણોસરા વાળાને ઝડપી લીધા હતા,
6 શખ્સો ફરાર
જયારે રવજી ઉર્ફે ભગત મેરા આહિર રે.પરવાળા તા.ઉમરાળા ગોવિંદ જીવા કેરાસીયા રે.લંગાળા ચકો જસદણ ભૂપત ભરવાડ રે.ગળકોટડી તા.બાબરા જીવો જસદણ તથા વાડી માલિક મયુર દશરથસિંહ ગોહિલ રે.ગઢુલા વાળો નાસી છુટવામા સફળ રહ્યાં હતાં આથી એલસીબી એ સ્થળપરથી જુગારના પટમાં પડેલ રોકડ રકમ બે કાર ત્રણ બાઈક મળી કુલ રૂ.6,65,300નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.