વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ:અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ભાવનગર એસપી કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં અકસ્માત અંગે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું

ભાવનગર એસ.પી. કચેરી નવાપરા ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાપરા, એસપી કચેરી ખાતે પોલીસ ટ્રેનિંગ હોલ માં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને અકસ્માત અંગે લોકોમાં જાગૃતતા આવે તે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને ટ્રાફિકના નિયમો પાલન કરવા આ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ અકસ્માત ની ઘટના ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર બનતી હોય છે.

જે અંગે લોકોએ જાગૃતતા દાખલી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઓવર સ્પીડ ગાડી ના ચલાવી, ડ્રાઈવ કરતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવો, સીટ બેલ્ટ ફરજિયાત લગાવવા તેમજ બેફિકરાઈથી વાહન ના ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવા અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભ સાથે જ અધિકારીઓ સહિત તમામ લોકો દ્વારા બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તમામ લોકોએ પુસ્તક અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશે જે અંગેના સપાટ પણ લીધા હતા.

આ કાર્યક્રમમાં ભાવનગર એ.એસ.પી. સફીન હસન, ડીવાયએસપી ડી.ડી.ચૌધરી, ટ્રાફિક પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...