તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મશ્કરીની ના પાડતા મિત્રએ મિત્રને ઝિંક્યા છરીના ઘા

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉશ્કેરાયેલા શખ્સે સામાવાળા યુવાનને ધારદાર છરી મારી પેટના આતરડા બહાર કાઢી નાખ્યા

મહુવામાં ગત રાત્રીનો યુવકે તેના મિત્રને મશ્કરી કરવાની ના પાડતા ઉશ્કેરાઇને ધારદાર છરી પેટના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ મહુવા પોલીસ ચોપડે નોંધાવાઇ છે. મહુવામાં જનતા પ્લોટ કુટીર વસાહતમાં રહેતા રાકેશભાઇ ઉર્ફે જે.બી. જેન્તીભાઇ ગોહિલ ગત રાત્રીના ઘર પાસે આવેલ ખોડીયાર મંદિર પાસે ગયેલ જ્યા તેનો મિત્ર મેહુલ ઉર્ફે ડમરૂ નાનજીભાઇ વાજા હાજર હોઇ અને રાકેશભાની મજાક મસ્તી કરતા રાકેશભાઇએ તેને મસ્તી કરવાની ના પાડતા મેહુલે ઉશ્કેરાઈને ફરિયાદીને પેટના ભાગે છરી મારી દેતા પેટના આતરડા બહાર નીકળી ગયેલ અને ગંભીર ઇજા થતા પ્રથમ મહુવા હોસ્પિટલ ખસેડાયેલ જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સરટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. બનાવ અંગે છરી મારી નાસી જનાર મેહુલ સામે મહુવા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો