તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિવસની પાર્ટી અંતિમ પાર્ટી બની:ભાવનગરમાં કેક કાપવા ભેગા થયેલા યુવાનો વચ્ચે ઝઘડો થતા યુવાનના મિત્રએ છરીના ઘા ઝીંકી મિત્રને જ પતાવી દીધો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની તસવીર - Divya Bhaskar
મૃતક યુવકની તસવીર
  • યુવાનની જન્મ દિવસની પાર્ટી અંતિમ પાર્ટી બની
  • ઠઠા મશ્કરીમાં હસવામાંથી ખસવુ થયુ ને ભાઈબંધ પર છરીના ઘા ઝીંકી દેવાયા : શહેરમાં ભારે ચકચાર

ભાવનગર શહેરના મેઈન બજારમાં જન્મ દિવસની પાર્ટી રાખી કેક કાપવા માટે ભેગા થયેલા ચારેક યુવકો વચ્ચે ઠઠા મશ્કરીના માહોલમાં અચાનક ઝઘડો થતા મિત્રએ જ છરીના ઘા ઝીંકી જે યુવાકનો જન્મ દિવસ હતો તેની જ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

હસવામાંથી ખસવું થતા બન્યો બન્યો
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફે ડોંગલ જીતુભાઈ રાઠોડ નામના યુવકનો આજે જન્મ દિવસ હતો. જેની ઉજવણી કરવા માટે ચારેક મિત્રો ભેગા થયા હતા અને શહેરના મેઈન બજાર સોની બજારમાં આવેલ હિંમતભાઈ પુરી શાકવાળાના ખાંચામાં કે જ્યા આ યુવાનનું જુનુ ઘર પણ આવેલુ છે ત્યાં પાર્ટી માટે ભેગા થયા હતા. બાદ કેક કાપવાનો પ્રોગ્રામ ચાલતો હતો. તે દરમીયાન આ યુવાનો એક બીજાની ઠઠા મશ્કરી કરતા હતા અને હસવામાંથી ખસવુ થઈ જતા ઝઘડો થતા વાત મારામારી એ પહોંચી ગઈ હતી. જે દરમીયાન તેના મિત્ર વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઈ ગોહેલ (રહે.પાનવાડી)એ છરી જેવા તીક્ષ્ણ હથીયારથી તેની પર ઘા કરતા તેને ગંભીર ઈજા થતા તે ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ નિપજ્યું હતું.

હત્યા કરી આરોપી ફરાર થયો
મિત્રની હત્યા કરી આરોપી મિત્ર વિશાલ નાસી છુટ્યો હતો.ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સહિત સી.ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સાંજના સમયે શહેરના મેઈન બજારમાં બનેલ આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આરોપીને પકડવામા તે હાથવેતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.