સેવા સાથે ઉજવણી:મંત્રી જીતુ વાઘાણીના જન્મદિન નિમિતે ભાવનગરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકસેવાના સેવાકાર્યો થકી જન્મદિવસ સહિતના શુભ પ્રસંગોની ઉજવણી કરવા અપીલ કરતા મંત્રી વાઘાણી

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના તા.11 સપ્ટેમ્બરે તેમના જન્મદિન નિમિતે ભાવનગરમાં અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા નં.38, ઇન્દિરાનગર અને વરતેજ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંકલ્પ કરવા આગેવાનોને અપીલ કરી
મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતું કે જન્મદિવસ તથા આવા શુભ દિવસે લોકસેવાના કાર્યો થકી પ્રસંગોની ઉજવણી કરવાનો સંકલ્પ કરવા આગેવાનોને અપીલ કરી હતી. છેવાડાનો માનવી વિકાસના કર્યો થકી સમરસતા મેળવે એ માટે પ્રયત્નો કરી અન્ય લોકોને ઉપયોગી થઈ શકી એવા કાર્યો કરવાનો અવસર પ્રાપ્ત થયો છે એમ જણાવ્યું હતું.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે તેમના જન્મદિવસના અવસર પર સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળાઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપવામાં આવ્યા છે તેમને 21 વર્ષની થાય ત્યારે ભેગી થયેલી આ રકમ ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન માટે ઉપયોગમાં આવી શકે છે.

લોકસેવાના સેવાકાર્યો થકી જન્મદિવસ સહિતના શુભ પ્રસંગોની ઉજવણી કરવા અપીલ કરતા મંત્રી જીતુભાઇ વાઘાણીઆ તકે અટલ બિહારી બાજપાઈ પ્રાથમિક શાળા, શાળા નંબર- ૩૮, એસ.ટી બસ સ્ટેશની બાજુમાં, હોમગાર્ડ ઓફિસની બાજુમાં,પાનવાડી ખાતે તથા સરકારી શાળા, હેમભાની ઓફિસ પાસે, ઇંદિરાનગર ભાવનગર તેમજ જૈન ધર્મશાળા મોટી પા, વરતેજ ખાતે મળી ત્રણ સ્થળોએ નિશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઇરલ શરદી, ઉધરસ તપાસી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ અને વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના તબીબો મારફત જનરલ ઓપીડી, ચામડીના રોગો, હોમિયોપેથી સારવાર, જનરલ ફિઝીશિયન, કોરોના વેકસીનેશન તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. એટલું જ નહિ, મંત્રી વાઘાણીના પરિવાર તરફથી બેતાળા નંબરના ચશ્મા ધરાવતા અંદાજે પંદરસો લોકોને નિશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા.

બાળકોને કપડાં વિતરણ કરવામાં
મંત્રીના જન્મદિને ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતાં બાળકો જેમણે માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા હોય અને દિવ્યાંગ 1600 જેટલા બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે મેયર કીર્તિબેન દાણીધારિયા, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, કોર્પોરેટર, વોર્ડના આગેવાનો, શિક્ષણ સમિતિના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...