તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:મોટી પાણીયાળીમાં વિનામૂલ્યે કોરોનાની સારવાર આપતું સેન્ટર કાર્યરત થયું

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દવાથી લઈ જમવા સુધીની તમામ વ્યવસ્થા
 • એક યુવક અને યુવા ડોક્ટરે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું

પાલિતાણાના મોટી પાણીયાળી ગામે એક યુવક અને યુવા ડોક્ટરે સાથે મળી વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.જ્યાં દર્દીને દવાથી લઈ જમવા સુધીના તમામ વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવી છે. હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના કહેર મચાવ્યો છે રોજબરોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સંજોગોમાં ગરીબ લોકો સારવાર માટે જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે પાલિતાણા તાલુકાના એક યુવાન ડોક્ટર અને એક યુવકે ભેગા મળી વિચાર આવ્યો અને માત્ર બે દિવસના સમયગાળામાં 50 બેડની કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ શરૂ કરી દીધી.

દર્દીને ભટકતા જોઇ આ વિચાર આવ્યો
હાલ કોરોનાના દર્દીઓ આમથી તેમ ભટકી રહ્યા છે તેમ છતાં તેમને સારવાર મળતી નથી આવા સંજોગોમાં મને વિચાર આવ્યો કે હું શું કરી શકું ? તે વિચારને કોવિડ કેર સેન્ટર ઊભું કરવાનો વિચાર આવ્યો અને એક શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થા તરફથી તેમને મોટી પાણીયાળી ગામે ખારો ડેમ પાસે બિલ્ડીંગ મળી ગયું, તંત્ર તરફથી તાત્કાલિક પરમિશન મળી ગઈ > હરેશભાઇ કામળિયા, સેવાભાવી યુવક, વડાળ

હું બચ્યો, બીજાને હવે બચાવવા છે
હું હાલ જ કોરોના માંથી માંડ માંડ બચ્યો અને બહાર આવ્યો છું ત્યારે મને વિચાર આવ્યો કે મારી જિંદગી બચી છે તો હું હવે આ જિંદગી બીજા માટે કેમ ના ઉપયોગમાં લઉ અને બસ તે વિચાર સાથે મેં મારી ખાનગી હોસ્પિટલના તમામ સ્ટાફ આ કોવિડ કેર સેન્ટરમાં સેવામાં લગાડી દીધો, અને હું પણ ત્યાં તબીબ તરીકે સેવામાં જોડાઇ ગયો. અહીં દર્દીઓને એક પણ રૂપિયા વગર તમામ પ્રકારની દવાઓથી માંડી ઓક્સિજન સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, તેમજ તેમની સાથે આવેલા લોકો અને દર્દી માટે સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા આ જ સંસ્થા ખાતે કરવામાં આવી છે.-ડો.પ્રભંજન દુધરેજીયા, સેવાભાવી તબીબ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો