તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ ભભૂકી:ભાવનગરના સિહોરમાં હાઇ-વે પર ઘાસ ભરેલો ટ્રક ભડભડ સળગીને ખાક

ભાવનગર2 મહિનો પહેલા

સિહોર ભાવનગર રોડ પર સર્વોત્તમ ડેરી પાસેથી પસાર થઇ રહેલા ઘાસ ભરેલા એક ટ્રકમાં અકસ્માતે આગ લાગતા ટ્રકમાં રહેલ તમામ ઘાસનો જથ્થો અને ટ્રક પણ બળીને ખાક થઇ જવા પામ્યો હતો. બનાવને પગલે હાઇ-વે પર ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા.ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી જઇ આગને મહામહેનતે કાબુમાં લીધી હતી. જ્યારે શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ આટામીલના ખુલ્લા મેદાનમાં સુકા ઘાસમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગને બુજાવી નાખી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સિહોરના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક એક કડબ(ઘાસ) ભરેલા આઇશર ટેમ્પો નં GJ-4 5897 માલિક ધનજીભાઈ વાલજીભાઈ આગે લાગતા તાત્કાલિક સિહોર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ દસ હજાર લિટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગથી કેટલું નુકસાન થયું એ હાલ જાણવા મળ્યું નથી. બનાવમાં સદનસિબે કોઇ જાનહાની થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો