તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ભાવનગરના કળસારમાં પેટ્રોલ પુરાવવા આવેલી કારમાં આગ લાગતા બળીને ખાખ, જૂનાગઢમાં ST વર્કશોપના સ્ક્રેપ યાર્ડમાં આગ લાગી

રાજકોટ5 મહિનો પહેલા
  • આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

ભાવનગરના કળસારમાં પેટ્રોલ પુરાવા આવેલી કારમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ જૂનાગઢમાં ST વર્કશોપના સ્ક્રેપ યાર્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

​​​​​​​

કળસાર ગામે પેટ્રોલ પુરાવવા આવેલી કારમાં આગ લાગતા નાસભાગ

મહુવાના કળસાર ગામે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા આવેલી કારમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.દિવાળીના તહેવારને સગા સંબંધીઓને ત્યાં જવા માટે મહુવાના કળસાર ગામે આવેલ પેટ્રોલ પંપ પર મારૂતિ-800 કારમાં પેટ્રોલ પુરાવા ગઈ હતી. આ દરમિયાન અચાનક કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ઝડપભેર કારમાંથી બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. કાર ભડભડ સળગવા લાગી હતી. જેને લઇને નાસભાગ મચી હતી.જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સ્ક્રેપ યાર્ડમાં પડેલા એર ફિલ્ટરમાં આગ લાગી હતી
સ્ક્રેપ યાર્ડમાં પડેલા એર ફિલ્ટરમાં આગ લાગી હતી

ST વર્કશોપના સ્ક્રેપ યાર્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ
બીજી તરફ જૂનાગઢમાં ST વર્કશોપમાં સ્ક્રેપ યાર્ડમાં પડેલા એર ફિલ્ટરમાં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે આ આગ ક્યા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

(ભરત વ્યાસ-ભાવનગર, અતુલ મહેતા-જૂનાગઢ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો