ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા લાગી હતી. જેમાં હોટેલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે 18 દર્દીઓનો બચાવ થયો હતો.
મંગળવારે રાત્રે 12.24 કલાકે હોટલના ત્રીજા માળના રૂમ નં.303માં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આથી આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં ભાગદોડ-ભયનો માહોલ છવાઇ ગયો હતો. જોકે આ આગની ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારી હિરપરાએ એક વાતચીતમાં જણાવ્યું હતું.
આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઈ હતી. ગાંધીનગરથી મંત્રી વિભાવરીબેન દવે એ આ અંગે ચિંતા ભરી પૂછપરછ કરી હતી. જ્યારે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ સમગ્ર ઘટનાની તપાસ થશે અને કસુરવાર સામે પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ફર્સ્ટ પર્સન
અમે રાત્રે સુતા હતા ત્યારે એકાએક ધુમાડાના ગોટા થી ગૂંગળામણ થવા લાગી મેં મારા કોરોના ગ્રસ્ત વડીલ ખુમાનસિંગભાઈ ને મહા મહેનતે બહાર કાઢી નીચે કાઉન્ટર સુધી લાવ્યો છું. - માનસંગ જાદવ (દર્દીના સગા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.