કાર્યવાહી:બે સ્થળોએ ફુડ સેફ્ટી વિભાગના ચેકિંગમાં 7.50 લાખનો દંડ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડના નમુના મીસ બ્રાન્ડેડ જાહેર થયા
  • નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢીને રૂ. અઢી લાખ અને ગંગા મીલ્ક પ્રોડક્ટને 5 લાખનો દંડ

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં ફુડ સેફટી ઓફિસરશ્રીઓ દ્વારા સંયુક્ત તથા સ્વતંત્ર રીતે ખાદ્ય ચીજવસ્તુના ઉત્પાદન વેચાણ સંગ્રહ કરનાર વેપારી પેઢીના એકમો પર દરોડા પાડ્યા હતા જેમાં ભાવનગર શહેરનાં દાણાપીઠ ખાતે આવેલ નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢી અને તળાજા તાલુકાનાં રોયલ ગામ ખાતે આવેલ ગંગા મીલ્ક પ્રોડક્ટનો “કાઉ ઘી (લૂઝ)”નાં નમૂનામાં ફોરેન ફેટ (વેજીટેબલ ઘી)નો નમૂનો મીસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે. જેથી નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢીને રૂ.2,50,000 અને ગંગા મીલ્ક પ્રોડક્ટને રૂ.5,00,000 મળી કુલ રૂ.7,50,000ની દંડની રકમ ફટકારવામાં આવી છે.

તેમની પાસેથી તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનાં નીતિ નિયમો અન્વયેની શંકાનાં આધારે ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા ખાતે મોકલતા આ નમુનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા સંબંધિત ફુડ સેફટી ઓફિસરશ્રી દ્વારા અત્રેની એજ્યુડીકેટોલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. જે કેસોની ધારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વેપારી પેઢીનાં એકમોને દંડની સજા કરવામાં આવેલ છે. આથી જાહેર જનતાને અપીલ છે કે આપની આજુબાજુનાં વિસ્તારમાં ભેળસેળવાળી વસ્તુઓ કે ખોટા પેઢીનાં નામની વસ્તુઓ વેચતાં વેપારીઓ/દુકાનદારોની જાણ જિલ્લા પૂરવઠા કચેરી, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે અથવા ફોન નં.0278-2428908, 2432318 પર જાણ કરવાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...