તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શહેરના વાલ્કેટગેટ પાસેથી નકલી તબીબ ઝડપાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વાલ્કેટ ગેટથી ટેકરી ચોક જવાના રસ્તે કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા શખ્સને ભાવનગર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી ડોક્ટર પાસેથી મેડિકલ સાધનો અને દવાઓ જપ્ત કરી ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.SOG દ્વારા વાલ્કેટ ગેટથી ટેકરી ચોક જવાના રસ્તે ખુલ્લી દુકાન પર દવાખાનું લખી ક્લિનિક ચલાવતા એક નકલી ડોક્ટર પ્રવિણ પરશોત્તમભાઈ સોલંકી (રહે. સુભાષનગર)ને ઝડપી પાડવામાં આવ્યો છે પાડ્યો છે.

મળતી વિગતો પ્રમાણે આજે બપોરના સમયે એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર પાસે ડોક્ટર અંગેનું સર્ટીફિકેટ માંગતા તેણે તેની પાસે કોઈ સર્ટીફિકેટ નહી હોવાનું અને પોતે વગર ડિગ્રીએ પોતે દર્દીની સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું. જે બાદ SOG દ્વારા આ દુકાનમાંથી જુદી-જુદી કંપનીઓની દવાઓ, ઈન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 13,134નો મુદ્દામાલ જપ્ત કરી. ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...