તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:સૌરાષ્ટ્ર સમાચારના વાર્ષિક ગ્રાહકો માટે આજે ડ્રો યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે માત્ર નિમંત્રિત મહેમાનોની હાજરીમાં સંપન્ન થશે 28મો ડ્રો

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના 28 મો વાર્ષિક ગ્રાહક લવાજમ યોજનાનો ડ્રો આજે શુક્રવારે સંપન્ન થશે જેમાં પૂ.સિતારામબાપુ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત એએસપી શફીન હસન, અનિરૂધ્ધસિંહ ગોહિલ (રંગોલીવાળા),કીરીટભાઇ સોની (પ્રમુખ,ચેમ્બર ઓફ કોમર્સ),ભારતીબેન સરવૈયા (લાયોનેસ કલબ વેસ્ટ) અને એજન્ટોના પ્રતિનિધી તરીકે ધર્મેન્દ્ર પટેલ અને સુરેશ ઉલ્વા હાજર રહેશે.

47902 વાર્ષિક ગ્રાહકોના કુપન જરૂરી પેનલની હાજરીમાં પૂ. સિતારામબાપુ, પ્રતાપભાઇ શાહની હાજરીમાં બેગ સીલ કરવામાં આવી હતી જે ડ્રો સમયે ખોલવામાં આવશે. આ વાર્ષિક યોજનાના ગ્રાહકોને ઇનામોમાં બુલેટ બમ્પર ઇનામ,પહેલું ઇનામ 1 કિલો ચાંદી,બીજુ ઇનામ 1 વોશીંગ મશીન,ત્રીજુ ઇનામ 3 એલઇડી, ચોથુ ઇનામ એરકુલર ઉપરાંત અનેક ઇનામો ગ્રાહકોને મળશે.કોરોનાને કારણે નિમંત્રીત મહેમાનોની હાજરીમાં જ ડ્રો સંપન્ન થશે.જેના વિડીયો પ્રસારણની લીંક ગ્રાહકોને,એજન્ટોને મોકલાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો