ડિઝિટલ હેલ્થકેર:હેલ્થ આઇડી કાર્ડ માટે ઉપયોગી થશે ડિઝિટલ હેલ્થકેર સિસ્ટમ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધાર હેલ્થ આઇ. ડી. પોર્ટલ પર સરળતાથી ઓનલાઇન બનાવી શકાશે હેલ્થ આઇડી કાર્ડ

ડિઝિટલ જમાનામાં સારવાર આધુનિક બનવાં સાથે તમારી હેલ્થનો રેકોર્ડ પણ ડિજિટલ બનાવવો હવે જરૂરી બની ગયો છે. જેથી આ ડિઝિટલ રેકોર્ડને ગમે ત્યાંથી મેળવી શકાય. ડિજિટલ હેલ્થકેર ઇકો હેલ્થ સિસ્ટમમાં પોતાની ઓળખ સ્થાપિત કરવાં માટે હેલ્થ આઈ. ડી. બનાવવું જરૂરી છે. આ હેલ્થ આઈ. ડી. બનાવવું એક સરળ પ્રક્રિયા છે જેના દ્વારા આ કાર્ડ સરળતાથી બનાવી શકાશે.

આધાર હેલ્થ આઇ. ડી. પોર્ટલ પર લોગ ઇન કરી અને સ્ક્રીનના ઉપરના ભાગમાં જનરેટ આઈ. ડી. પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ જનરેટ વાયા આધાર ઉપર ક્લિક કરવાથી અને ત્યાં પોતાનો આધાર નંબર નાંખવાનો રહેશે. તમારો આ આધાર નંબર તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલો હોવો જોઈએ કારણ કે તેમાં ઓ.ટી.પી. નંબર આવશે. હેલ્થ આઈ.ડી. બનાવવાં સંમતિ પત્રક અવશ્ય વાંચવું અને ત્યારબાદ હું સહમત છું ઉપર ક્લિક કરવાનું રહેશે.આ સહમતિ પત્રક હિન્દી અને અંગેજી ભાષામાં ઉપલબ્ધ છે.

સબમિટ બટલ ક્લિક કરવાથી તમારા આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર ઓ.ટી.પી.નંબર આવશે તેને અહીં લખવાનો રહેશે. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરી મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તેમાં આવેલ ઓ.ટી.પી. નંબર અહીં નાખવાનો રહેશે. ત્યારબાદના પેજ પર પોતાની ડિટેઇલ્સ જેવી કે ફોટો, નામ, જન્મ તારીખ, જાતિ અને સરનામું બતાવશે. તમારે પોતાના માટે એક પી.એચ.આર. એડ્રેસ બનાવવાનું રહેશે અને તેનો પાસવર્ડ બનાવવાનો રહેશે.

પી.એચ.આર.એડ્રેસ પોતાની જાતે બનાવવાનું હોવાથી પોતાને યાદ પણ સરળતાથી રહેશે. હેલ્થ આઈ.ડી. થી જોડાયેલ પી.એચ.આર. એડ્રેસ આયુષ્માન ભારત ડિઝિટલ મિશન કંસેન્ટ મેનેજરના માધ્યમથી ડેટા સત્યાપિત કરવાથી તે સક્ષમ બને છે. બધી જરૂરી વિગતો ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પોતાની ડિઝિટલ હેલ્થ આઈડી બની જશે અને આપ તેને ડાઉનલોડ પણ કરી શકાય છે. અને આ રીતે તમે તેનો ઉપયોગ કરવાં સક્ષમ બની શકો છો.

અન્ય સમાચારો પણ છે...