તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતન બેઠક:ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ ખાતે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું

ભાવનગર3 મહિનો પહેલા
  • ભાજપ-કૉંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા,પહેલી હરોળના નેતાઓ ન દેખાયા

ભાવનગર ના ઇસ્કોન ક્લબ ખાતે સમસ્ત કોળી સમાજની ગઈકાલે સાંજે બેઠક મળી હતી. જેમાં ગુજરાતભરના કોળી સમાજ ના સમાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓને હવે 18 મહિના બાકી છે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બને તે સ્વાભાવિક છે. પરંતુ હવે રાજકારણને લઇને વિવિધ સમાજો પણ સક્રિય થયા છે અને જ્ઞાતિના સંમેલનો બોલાવવાનું ચાલુ કર્યું છે. થોડા સમય પહેલા પાટીદાર સમાજની મળેલી બેઠકમાં પાટીદારો ની માંગ હતી કે તેમના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ આ વાત જાહેર થતાની સાથે જ વિવિધ સમાજો પણ હવે જાગૃત થયા છે અને સમેલનો યોજી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના મત્સ્યોધોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી એ પણ કોળી સમાજને અન્યાય થતો હોવાની વાત કરતા રાજકારણ ગરમાયુ હતું. તેમજ સરકાર તમામને સાથે લઇને ચાલે અને ખાસ કરીને કોળી સમાજના લોકોને થતા અન્યાય અને વાવાઝોડા બાદની સહાય ઓછી હોવાની વાત પુરુષોત્તમ સોલંકીએ કરતા હવે રાજકારણ વધુ ગરમ થઈ થયું છે. હજુ આ વાત પુરી થઇ નથી ત્યાં ભાવનગરમાં વીર માંધાતા સંગઠન દ્વારા ગુજરાત કોળી આગેવાનોનું સંમેલન ભાવનગરમાં યોજાતા હલચલ મચી જવા પામી હતી.

આ સંમેલનમાં કોંગ્રેસના એક માત્ર સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કોંગ્રેસના કરશન વેગડ, નીતા રાઠોડ અને બળદેવ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, બીજીબાજુ આ સંમેલન માં ભાજપ માંથી આનંદ ડાભી, વી.ડી મકવાણા, બિંદુ પરમાર તેમજ અન્ય પક્ષો સાથે જોડાયેલા આગેવાનોએ પણ હાજરી આપી હતી. અહીં તમામ લોકો એ સમાજને થતા અન્યાય વિષે તેમજ સામાજિક સમસ્યાઓ અને સમાજ માં ઘર કરી ગયેલા દૂષણો દૂર કરવાની વાત કરી હતી. આ સંમેલન માં હાજર રહેવા માટે ભાજપના અનેક કોળી આગેવાનો, મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ હાજર રહ્યા ન હતા, અને પહેલી હરોળના નેતાઓ હાજર રહ્યા ન હતા.

વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં કોઈ પણ સમાજના લોકોને પોતાની વાત રજૂ કરવાનો હક્ક છે અને બોલી શકે છે ત્યારે હું પણ કહું કે મુખ્યમંત્રી અમારા સમાજ નો હોવો જોઈએ. પરંતુ સાથોસાથ એ પણ કહું છું કે મુખ્યમંત્રી લાયકાત વાળો હોવો જોઈએ અને તે ગુજરાતની સાડા છ કરોડ જનતાના પ્રશ્નો ઉકેલી શકે તેવો સક્ષમ હોવો જોઈએ. તેમને એમ પણ કહ્યું હતું કે સમાજ દ્વારા બોલાવાયેલી બેઠકમાં સ્ટેજ પર એક પણ રાજકીય આગેવાન હાજર ના રહ્યા તે સમાજ માટે દુઃખદ ઘટના છે, તેમજ આગામી દિવસોમાં કોળી સમાજનું એક મોટું સંમેલન ટૂંક સમયમાં બોલાવવામાં આવશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.ભાવનગર ના ઇસ્કોન ક્લબ ખાતે સમસ્ત કોળી સમાજની ગઈકાલે સાંજે બેઠક મળી હતી. જેમાં ગુજરાતભરના કોળી સમાજ ના સમાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓને હવે 18 મહિના બાકી છે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બને તે સ્વાભાવિક છે. પરંતુ હવે રાજકારણને લઇને વિવિધ સમાજો પણ સક્રિય થયા છે અને જ્ઞાતિના સંમેલનો બોલાવવાનું ચાલુ કર્યું છે. થોડા સમય પહેલા પાટીદાર સમાજની મળેલી બેઠકમાં પાટીદારો ની માંગ હતી કે તેમના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ આ વાત જાહેર થતાની સાથે જ વિવિધ સમાજો પણ હવે જાગૃત થયા છે અને સમેલનો યોજી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના મત્સ્યોધોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી એ પણ કોળી સમાજને અન્યાય થતો હોવાની વાત કરતા રાજકારણ ગરમાયુ હતું. તેમજ સરકાર તમામને સાથે લઇને ચાલે અને ખાસ કરીને કોળી સમાજના લોકોને થતા અન્યાય અને વાવાઝોડા બાદની સહાય ઓછી હોવાની વાત પુરુષોત્તમ સોલંકીએ કરતા હવે રાજકારણ વધુ ગરમ થઈ થયું છે. હજુ આ વાત પુરી થઇ નથી ત્યાં ભાવનગરમાં વીર માંધાતા સંગઠન દ્વારા ગુજરાત કોળી આગેવાનોનું સંમેલન ભાવનગરમાં યોજાતા હલચલ મચી જવા પામી હતી.

આ સંમેલનમાં કોંગ્રેસના એક માત્ર સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કોંગ્રેસના કરશન વેગડ, નીતા રાઠોડ અને બળદેવ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, બીજીબાજુ આ સંમેલન માં ભાજપ માંથી આનંદ ડાભી, વી.ડી મકવાણા, બિંદુ પરમાર તેમજ અન્ય પક્ષો સાથે જોડાયેલા આગેવાનોએ પણ હાજરી આપી હતી. અહીં તમામ લોકો એ સમાજને થતા અન્યાય વિષે તેમજ સામાજિક સમસ્યાઓ અને સમાજ માં ઘર કરી ગયેલા દૂષણો દૂર કરવાની વાત કરી હતી. આ સંમેલન માં હાજર રહેવા માટે ભાજપના અનેક કોળી આગેવાનો, મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ હાજર રહ્યા ન હતા, અને પહેલી હરોળના નેતાઓ હાજર રહ્યા ન હતા.

વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં કોઈ પણ સમાજના લોકોને પોતાની વાત રજૂ કરવાનો હક્ક છે અને બોલી શકે છે ત્યારે હું પણ કહું કે મુખ્યમંત્રી અમારા સમાજ નો હોવો જોઈએ. પરંતુ સાથોસાથ એ પણ કહું છું કે મુખ્યમંત્રી લાયકાત વાળો હોવો જોઈએ અને તે ગુજરાતની સાડા છ કરોડ જનતાના પ્રશ્નો ઉકેલી શકે તેવો સક્ષમ હોવો જોઈએ. તેમને એમ પણ કહ્યું હતું કે સમાજ દ્વારા બોલાવાયેલી બેઠકમાં સ્ટેજ પર એક પણ રાજકીય આગેવાન હાજર ના રહ્યા તે સમાજ માટે દુઃખદ ઘટના છે, તેમજ આગામી દિવસોમાં કોળી સમાજનું એક મોટું સંમેલન ટૂંક સમયમાં બોલાવવામાં આવશે અને તેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...