તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ મુંઝવણમાં:ધોરણ 10-12માં પાસ કરવાની ચોક્કસ નીતિ ઘડવી આવશ્યક

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.10ના માસ પ્રમોશનના નિર્ણયને 20 દિવસ થયા છતાં કોઇ નીતિ તૈયાર થઇ શકી નથી
  • ધો.12 માટે સત્વરે આયોજન કરવું જરૂરી

ગુજરાત સરકાર દ્વારા ધો.10માં માસ પ્રમોશન આપવાના નિર્ણયની જાહેરાત કર્યાને આજકાલ કરતા 20 દિવસ થઇ ગયા છતાં સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા કઇ રીતે પાસ કરવા કે કઇ રીતે આગળ પ્રવેશ આપવો તેની કોઇ ચોક્કસ નીતિ ઘડાઇ શકી નથી. આથી ધો.10માંથી પાસ થયા બાદ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ અસમંજસતા અનુભવી રહ્યાં છે. ત્યારે આજે ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેની આગળ પ્રવેશ માટે તત્કાલ નીતિ ઘડવી આવશ્યક છે. હજારો વિદ્યાર્થીઓ ધો.12માં પાસ થયા બાદ કોલેજમાં વિદ્યાશાખા પસંદ કરતા હોય છે.

ધો.10માં ગુજરાત સરકારે માસ પ્રમોશનનો નિર્ણય જાહેર કર્યાને 20 દિવસ વિતી ગયા. પણ સરકાર ધો.10માં વિદ્યાર્થીને પાસ કરવા માટે કેવી રીતે માર્કશીટ આપવી તેની કોઇ ચોક્કસ નીતિ ઘડીને જાહેર કરવામાં નિષ્ફળ ગઇ છે. ધો.10 પછી સાયન્સ, આર્ટસ, કોર્મસ અથવા તો ડિપ્લોમાના અનેક કોર્સમાં વિદ્યાર્થીઓ ખેડમિશન લેતા હોય છે. પણ હજી સુધી પરિણામ આવ્યું નથી. તો બીજી બાજુ ધો.11માં કેટલીય શાળાઓએ એડમિશન આપવાનો આરંભ કરી દીધો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ કઇ વિદ્યાશાખામાં પ્રવેશ લેવો તેમજ કેવી રીતે પ્રવેશ લેવો તેની મુંઝવણ અનુભવી રહ્યાં છે.

સરકાર તેના તજજ્ઞોને કામે લગાડીને આજે 19 દિવસ થયા છતાં કોઇ ઉકેલ લાવી શકી નથી. ત્યારે હવે ધો.12માં પણ પરીક્ષ રદ કરવામાં આવી છે ત્યારે તેમાં કદાચ સીબીએસઇની પેટર્ન મુજબ પાસ કરાય તેવી ચર્ચા છે. પણ આ બાબતે શિક્ષણ વિભાગે સત્વરે નિર્ણય લેવો હજારો વિદ્યાર્થીઓના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...