મકરસંક્રાંતિ પર્વ પર ભાવેણાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક દિવસ બાકી છે ત્યારે શહેરના માંજાવાળાઓને ત્યાં લોકોની લાઈનો લાગી છે. આ વખતે લોકો મનભરીને માણશે તેવું લાગી રહ્યું છે અને મકરસંક્રાંતિ પર્વના છેલ્લા દિવસે બજારમાં ધૂમ ખરીદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
અંતિમ દિવસે બજારમાં ખરીદી જોવા મળી
ભાવનગર શહેર-જિલ્લામાં મકરસંક્રાંતિના એક દિવસ પૂર્વે લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જેમાં પતંગ ખરીદી, માંજાવાળાઓ ત્યાં લાઈનો લાગી, પતંગ, દોરા, લાડવાથી લઈને શેરડી સુધીની ચીજવસ્તુઓ ખરીદવા શહેરીજનો ઉમટ્યા હતા, જે અંતર્ગત આજે શહેરમાં પતંગ પર્વ અન્વયે લોકોમાં ખરીદીનો અભૂતપૂર્વ માહોલ જાેવા મળ્યો હતો. લોકો સહપરિવાર બજારોમાં પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, શેરડી, તલ-ગોળની બનાવટની ચીકીઓ સાની સહિતની વસ્તુઓ ખરીદવા ભારે ઘસારો જોવા મળ્યો હતો, અંતિમ દિવસે ગ્રાહકોની ભીડ જોઈ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
માંંજાવાળાઓને ત્યાં બે દિવસથી રિલ પીવરાવવા મોડીરાત્રિ સુધી ભીડ જોવા મળી આ ઉપરાંત શહેરના ગધેડિયા પાસે ગ્રાઉન્ડમાં તથા અન્ય સ્થળોએ મોડીરાત સુધી પતંગના દોરાને માંજાે પાવા માટે લોકોની છેલ્લા બે દિવસમાં મોડીરાત્રી સુધી ભારે ભીડ જાેવા મળી હતી. તો બીજી તરફ મોટા વાહનો ભરી ભરીને છેલ્લા એક સપ્તાહથી શહેરમાં ઠલવાઈ રહેલ કાળી, સફેદ શેરડીની ખરીદી પણ ચરમ સીમાએ જાેવા મળી હતી, સારા વરસાદને પગલે જિલ્લામાં મબલખ પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થયું હોય જેને પગલે ગત વર્ષની તુલનાએ આ વર્ષે શેરડીના ભાવમાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો, પરિણામે ગરીબ વર્ગના લોકોએ પણ હોશભેર શેરડીની ખરીદી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.