ક્રિકેટ ટુર્નામેન્ટ:ભાવનગરના રામદેવ લાયન્સ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, 16 ટીમોએ ભાગ લીધો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ખાતે રામદેવ લાયન્સ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ રેલ્વે ક્રિકેટ સ્ટેડિયમ પર બે દિવસ સુધી ચાલી હતી. જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો.

ગુજરાતભરથી ક્રિકેટની ટીમો રમવા આવી
ભાવનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 ટીમોને આમંત્રિત કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના તથા ગુજરાતભરમાંથી જેમ કે, બોટાદ, દામનગર, જામનગર, પાલીતાણા, ગારીયાધાર, સિહોર, વગેરે શહેરોમાંથી ક્રિકેટર રમવા આવ્યાં હતા. જેમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી તથા સેમિફાઇનલમાં પહોંચનાર ચાર ટીમોને ટીશર્ટ તેમજ ફાઈનલમાં પહોંચનાર ટીમોને આકર્ષક ટ્રોફીઓ તથા બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ જેવા પુરસ્કારો આપવામાં આવ્યાં હતા.

આ ટુર્નામેન્ટનું સંપૂર્ણ સ્પોન્સર તથા આયોજન રાજુભાઈ વાછાણી તરફથી કરવામાં આવ્યું હતું તથા સહ આયોજક તરીકે વિક્રમસિંહ મકવાણા, મુકેશભાઈ મેર, રવિભાઈ ચભાડિયા તથા વિજયભાઈ ગોહિલ ભારે જેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...