તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:શહેરના એસટી વર્કશોપ પાસે હુમલો કરનાર બે શખ્સોને 7 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અઢી વર્ષે પૂર્વે એસટી વર્કશોપ પાસે બે શખ્સોને મારમારી ઇજા કરવાના ગુનાનો કેસમાં બે શખ્સોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.9/12/2018 ના રોજ વિઠ્ઠલવાડીમાં લગ્ન પ્રસંગ પુરો કરી રાત્રિના સમયે નારી ચોકડી બાઇક લઇને નાસ્તો કરવા જઇ રહેલા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ સોઢા તથા તેમના મિત્ર જીગીત કિશોરભાઇ ચૌહાણને એસટી. વર્કશોપ પાસે, ભાવના સોસાયટીના નાકે યોગેશ ઉર્ફે જગીરો પોપટભાઇ વેગડ, મીલન ભાવેશભાઇ મકવાણા, જયદીપ ઉર્ફે કાનો ભરતભાઇ પરમાર, રવિ ઉર્ફે ડોડો રણછોડભાઇ પરમાર તથા એક સગીર સહીત પાંચ શખ્સોએ બંન્નેની બાઇક ઉભી રખાવી આ રોડ અમારો છે, અહીં નિકળવાનું નહીં તેમ કહી ગાળો આપી તલવાર અને છરીઓના ઘા ઝીંકી ઇજા કરી નાસી છુટ્યા હતા. બંન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ અને પાંચેય શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ.

આ બનાવ અંગેનો કેસ આજે ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી યોગેશ ઉર્ફે જગીરો, તથા મીલન મકવાણાને 7 વર્ષની સજા ફટકારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...