તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:ભાવનગરના માલણકા ગામે પત્નીને મરવા મજબૂર કરનાર પતિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલની ધારદાર દલીલો ગાહ્ય રાખી

ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના માલણકા ગામે રહેતી એક પરિણીતાનેને આજથી બે વર્ષ પૂર્વે તેના પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરી હતી જે અંગે થયેલો કેસ તથા આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટેમાં ચાલતાં જજ આર.ટી વચ્છાણી એ સમગ્ર કેસની બાબતો ગંભીરતા થી લઈને આરોપી પતિને દસ વર્ષ ની સખ્ત કેદની સજા સાથે દંડ ફટકાર્યો છે.

સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મહતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના ભૂતેશ્ર્વર ગામની મહિલાના લગ્ન જ્ઞાતિના રીવાજ મુજબ માલણકા ગામે રહેતા અજય ધીરૂ બારૈયા સાથે થયા હતા જેમાં થોડા દિવસ ગૃહસ્થી બરાબર ચાલ્યાં બાદ અજય કોઈ કામધંધો કરતો ન હોવાથી પત્ની કામધંધો કરવા જણાવતી હોવાથી દંપતિ વચ્ચે આ બાબતે અવારનવાર માથાકૂટ-ઝઘડા થતાં હતાં અને આરોપી અજય પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.

પતિના ત્રાસથી કંટાળીને ગત તા. 26-2-2019ના રોજ માલણકા પોતાના સાસરીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. જે અંગે મૃતકના ભાઈ પ્રવિણ જીવણભાઈ કંટારીયા એ વરતેજ પોલીસ સ્ટેશનમાં અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોતાની બહેનને મરવા મજબૂર કરી હોવાની વિગતોનો ઉલ્લેખ એફઆઈઆરમાં કર્યો હતો.

આ કેસ ભાવનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલતા જજ વચ્છાણી એ સરકારી વકીલ વિપુલ દેવમોરારીની તર્કબદ્ધ દલીલો, 4 મૌખિક પુરાવાઓ,14 દસ્તાવેજી પુરાવા બારીકાઈથી તપાસી સમગ્ર કેસની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને આરોપી અજયને આઈપીસી કલમ 306 મુજબ તકસીરવાન ઠેરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા આઈપીસી કલમ 498(એ) મુજબ 3 વર્ષની સજા સાથે રૂપિયા પાંચ હજાર નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...