ભાવનગર કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણમાં વાસ્તવિક સ્વરૂપે નહીં પરંતુ બનાવટી રીતે ફાઇવસ્ટાર રેટિંગમાં સ્થાન પામવા હવાતિયા મારે છે. જેને કારણે કોર્પોરેશનના તમામ વિભાગને ટાર્ગેટ આપે સ્વચ્છતા એપ્લિકેશન લોકો પાસે ડાઉનલોડ કરાવવા અને રજીસ્ટ્રેશન કરાવવા ફરજ પાડવામાં આવી રહી છે. સ્વચ્છતામાં અગ્રેસર રહેવા કોર્પોરેશન દ્વારા નીચલી કક્ષાએ પહોંચી લોકો પાસે એપ્લિકેશનમાં ફરિયાદ નખાવી તેનો ઉકેલ પણ સ્થળ પર બતાવવાની સરકાર સાથે છેતરપિંડી આચરી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ની શરૂઆત કરવામાં આવી છે. જેના ફાઇસટાર રેટિંગ માટે ભાવનગર કોર્પોરેશન પણ એપ્લાય થયું છે. જેના ક્રાઈટએરિયામાં સ્વચ્છતાના નક્કર પરિણામો મેળવવા સાથે વધુમાં વધુ લોકો સ્વચ્છતા એપનું રજીસ્ટ્રેશન કરાવી એપ દ્વારા ફરિયાદ કરવાની ટેવ પણ પડાવવાની હોય છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા 40000 જેટલી સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી તેનું રજીસ્ટ્રેશન કરાવવાનો ટાર્ગેટ છે.n જે ટાર્ગેટ પૂર્ણ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોર્પોરેશનના અન્ય વિભાગો પર પણ ટાર્ગેટની જવાબદારી નાખવામાં આવે છે.
આગામી 20મી ડિસેમ્બર સુધીમાં વિભાગોને અપાયેલા ટાર્ગેટ પૂર્ણ કરવા હુકમ કરાયેલા છે. જેથી કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ પોતાની મૂળભૂત કામગીરી છોડી જાહેર સ્થળો પર લોકોને ધરાર સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ લોકોને કંઈ ફરિયાદ હોય કે ન હોય છતાં એપ્લિકેશનમાં ફરિયાદ નખાવી તે ફરિયાદનો સ્થળ પર ઉકેલ પણ માત્ર એપ્લિકેશનમાં કરાવી રહ્યા છે. વાસ્તવિકતામાં એપ્લિકેશનમાં રજૂ કરેલી લોકોને કોઈ ફરિયાદ પણ નથી હોતો અને તેનો ઉકેલ પણ થયો નથી હોતો. માત્ર એપ્લિકેશનમાં દેખાડવા માટે ખોટું કરી રહ્યા છે. જેને કારણે ટાર્ગેટ અપાયેલા કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ નારાજગી ફેલાયેલી છે.
સામાજિક, ધાર્મિક પ્રસંગો ઝીરો વેસ્ટ થીમ પર યોજવા
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોમર્સ સ્વચ્છતા જાળવવા માટેની જાગૃતિ પ્રસરાવવા લગ્ન સમારોહ, સામાજિક ધાર્મિક પ્રસંગો, ફંકશન વિગેરે ઝીરો વેસ્ટ બને એટલે આવા કાર્યક્રમો સંપૂર્ણ રીતે પર્યાવરણના હિતમાં થાય તે હેતુસર ઝીરો વેસ્ટ થીમ પર યોજવા અનુરોધ કર્યો છે અને આવા પ્રસંગોના આધાર પુરાવા આગામી 30 મી જાન્યુઆરી સુધીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચેરીએ રજૂ કરવા પણ જણાવાયું છે. જેઓનું સન્માન પણ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.