કાર્યવાહી:‘આપ’ના ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ સમાજ અને દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ
  • શ્રીકૃષ્ણ ભગવાનનું અપમાન કરી હિન્દુ સમાજની લાગણી દુભાવતા રોષ ઊભો થતા પોલીસ ફરિયાદ

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારકાની મુલાકાતે આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું ને તેમને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ ભગવાન શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી લોકોને છોડાવવા અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે એવું નિવેદન કર્યું હતું. જેનાથી સમસ્ત હિન્દુ સમાજ અને દ્વારકાધીશના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

આ અંગે ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના વતની અને સુરત ખાતે રહેતા ડાંગર અમિતભાઈ દ્વારા ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ ગત રાત્રિના હિન્દુ સમાજની લાગણી દુભાવ્યાની ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...