ખગોળિય:સૂર્ય અને પૃથ્વી પાસેથી 12મીએ ધૂમકેતુ પસાર થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યથી 16 કરોડ કિલોમીટર અને પૃથ્વીથી 13 કરોડ કિલોમીટર દૂરથી પસાર થશે
  • ધૂમકેતુ પાછળ ગેસ અને ધૂળની ચમકતી પૂંછડી સર્જાય છે
  • કોઈ ભય રાખવાની જરૂર નથી, અફવાથી દૂર રહેવું

નાસા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તારીખ 12 જાન્યુઆરીએ 50000 વર્ષ બાદ સૂર્ય અને પૃથ્વી પાસેથી ઝવીકી ટ્રાન્ઝિન્ટ ફસેલિટી નામનો ધૂમકેતુ પસાર થવાનો છે. 12 મી જાન્યુઆરીએ મધરાત્રી બાદ આ ધૂમકેતુ જોવા મળશે અને સાંજના અસ્ત થશે. આ ધૂમકેતુથી પૃથ્વીની વાસીઓએ જરા પણ ભય રાખવાની જરૂર નથી અને કોઈપણ પ્રકારનો ખતરો પણ નથી આથી અફવાઓથી સાવધાન રહેવા ભારત જનવિજ્ઞાન જાથાએ જણાવ્યું છે. ખગોળશાસ્ત્રીઓએ ગત વર્ષે માર્ચમાં આ ધૂમકેતુને નિહાળ્યો હતો. ત્યારે તેની ચમક સામાન્ય કરતાં વધારે હતી.

સામાન્ય રીતે ધૂમકેતુ થીજી ગયેલા ગેસ અને ધૂળથી નિશ્ચિત એક કોસ્મિક સ્નોબોલ છે જે સતત સૂર્યની પરિક્રમા કરતા હોય છે. આકાર માટે નાના હોય છે પરંતુ સૂર્યની નજીક પહોંચતા ગરમ થાય છે અને તેની પાછળ ગેસ અને ધૂળની ચમકતી પૂંછડી સર્જાય છે જેનું કદ ઘણા ગ્રહો કરતાં પણ વધારે હોય છે.

12 જાન્યુઆરીને ગુરુવારે અંતરિક્ષમાં જોવાનો નજારો પ્રાપ્ત થશે આકાશ સ્વચ્છ હશે તો જ જોઈ શકાશે.આ ધૂમકેતુ સૂર્યથી અંદાજે 16 કરોડ કિલોમીટર અને પૃથ્વીથી 13 કરોડ કિલોમીટર દૂર જોવા મળશે. ધૂમકેતુનો ઉદય મધ્યરાત્રી બાદ 12મી એ 2.21 કલાકે ઉદય થશે અને મધ્યે સવારે 9.29 કલાક અને અસ્ત સાંજના 4.38 કલાકે થવાનો છે. આ ખગોળીય ઘટના માટે રાજ્યમાં જાથા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સ્વચ્છ આકાશ હશે તો ધૂમકેતુ નિહાળી શકાશે
વિજ્ઞાન જાથા દ્વારા દેશભરમાં અવકાશી ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે અને તેના ભાગરૂપે આ ધૂમકેતુ પસાર થવાની ઘટના અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. માનવજાત ઉપર આ ધૂમકેતુથી કોઈપણ પ્રકારનો ખતરો નથી. સ્વચ્છ આકાશ રહેશે તો 12મી જાન્યુઆરીએ ખગોળપ્રેમીઓ આ ધૂમકેતુને નિહાળી શકશે. ગત વર્ષના માર્ચમાં વાઈલ્ડફીલ્ડ કેમેરે દ્વારા આ ધૂમકેતુને નિહાળવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...