હવામાન:20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા 16.6 ડિગ્રી સાથે શિયાળુ ઠંડીનો થયેલો આરંભ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 33 ટકા નોંધાયું
  • શહેરમાં​​​​​​​ બપોરે તાપમાન ઘટીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું, રાત્રિના ઉષ્ણતામાનમાં 1.6 ડિગ્રીનો થયેલો ઘટાડો

ભાવનગર શહેરમાં ત્રણ દિવસથી પવનની દિશા બદલાવા સાથે ઉપરના લેવલથી ઠંડા પવન શરૂ થતાં 24 કલાકમાં જ ભાવનગરનું લઘુતમ તાપમાન લગભગ દોઢ ડિગ્રીથી વધુ ઘટીને આજે આ સિઝનમાં સૌથી ઓછું 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા શિયાળાની ઠંડીનો વહેલી સવાર અને મોડી રાત્રે આરંભ થઇ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ બે-ત્રણ દિવસ લઘુતમ તાપમાન 16થી 18 ડિગ્રી વચ્ચે રહી શકે છે.

નવેમ્બરના અંતથી શિયાળાની જમાવટ થવાની શક્યતા હોવાનું હવામાન નિષ્ણાતનું કહેવું છે. સાથે આજે સાંજે પવનની ઝડપ 20 કિલોમીટર નોંધાઇ હતી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. એટલે 24 કલાકમાં બપોરે અને રાત્રે તાપમાનમાં ઘટાડો થયો હતો.

ભાવનગર શહેરમાં ખાસ તો પવનની ઝડપ વધીને 20 કિલોમીટર થઇ જતા ઠંડીનો આરંભ થઇ ગયો છે. શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા અને સાંજે 33 ટકા નોંધાયું હતુ. શહેરમાં વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. એક જ રાત્રિમાં લઘુત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનું જોર વધ્યું છે.

તાપમાનમાં ઘટાડો
તારીખબપોરે તાપમાનરાત્રે તાપમાન
19 નવેમ્બર30.8 ડિગ્રી16.6 ડિગ્રી
18 નવેમ્બર31.1 ડિગ્રી18.2 ડિગ્રી
17 નવેમ્બર31.7 ડિગ્રી18.6 ડિગ્રી
16 નવેમ્બર32.1 ડિગ્રી19.2 ડિગ્રી
15 નવેમ્બર32.2 ડિગ્રી19.4 ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...